તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ ફોટો વર્ષ 2014 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 11 ઓક્ટોમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈઝરાયલ ના હુમલામાં ગાઝા શહેરમાં આ જન્નતમાં જવાની સીડી વધી છે 🤣. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો jamilabboud.com દ્વારા 18 જુલાઈ, 2014 ના રોજ અરબી ભાષામાં પ્રસારિત કરવામાં આવેલા એક એહવાલમાં પ્રાપ્ત થયો હતો.

ઉપરોક્ત ફોટો અમને અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રાપ્ત થયો હતો જે તમે અહીં જોઈ શકો છો. in.pinterest.com | navbharattimes.indiatimes.com

ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતાં અમને આજ ફોટો સાથેની વધુ એક ટ્વિટ 13 સપ્ટેમ્બર, 2014 ના રોજ એક ટ્વિટર યુઝર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કાટમાળ વચ્ચે ઊભેલી સીડીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ ફોટો વર્ષ 2014 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો ઈઝરાયલ-હમાસના યુદ્ધના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False