
Congress Social Media Reporter નામના ફેસબુક પેજ દ્વારા 27 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह गुजरात मॉडल गुजरात मे शिक्षा माफ़ीयाओ की शिक्षा संस्थाओ में बच्चों का हाल बकायदा जेल बना रखी है और पीटने के लिए ऐसे डंडे रखे हैं जिससे कि पशुओं को भी नहीं पीटा जाता માર માર કે પઢાઓ.. ગુજરાત કો આગે બાધાઓ શરમ કરો #bhupendrasinchudasama #gujaratsarkar #gujaratpolice #BNM_NEWS_NETWORK Bnm news network ના માધ્યમ થી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં દેખાતો વીડિયો ગુજરાતની કોઈ શિક્ષણ સંસ્થાનો છે અને બાળકો સાથે પશુઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 38 લોકોએ લાઈક કરી હતી. 11 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો સાથે આ રીતે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવતું હોય અને બાળકોને આ રીતે ઢોર માર મારી પાંજરામાં પૂરી દેવામાં આવ્યા હોય તો તે એક મોટા સમાચાર જરૂર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ બાળકોને પાંજરામાં પૂરી માર મારવામાં આવ્યો સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં પોરબંદર ટાઈમ્સ.કોમ દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું હતું કે, આ સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની પૂરેપૂરી સત્યતા દર્શાવવામાં આવી હતી. આ સમાચારમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વીડિયો કોઈ શિક્ષણ સંસ્થાનો નહીં પરંતુ આ ઘટના પોરબંદના કુછડી ગામે બની હતી. આ ઘટના અંગે જે બાળકને માર મારવામાં આવી રહ્યો છે તેના પિતા બાબુભાઈ ખરા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. સમગ્ર સમાચાર ધ્યાનથી વાંચતા અમને જણાયું હતું કે, વીડિયોમાં દેખાતા બંને બાળકો કુછડી ખાતેની પે સેન્ટર શાળામાં ભણે છે અને રિશેષમાં બંને શાળાનો વરંડો કૂદીને બાજુમાં આવેલી વેજાભાઈ કુછડીયાની ડેરીમાં ચોરી કરવા ગયા હતા. જ્યાં વેજાભાઈએ બંનેને પકડી લીધા હતા અને ઘરે લઈ જઈ કૂતરાને પૂરવાના પાંજરામાં પૂરી દીધા હતા. અને ત્યાર બાદ તેમના ઘરે જ પરબતભાઈ અને લીલાભાઈ નામના શખ્સો દ્વારા બાળકોને ચોરીની કોશિશ કરવાના ભાગરૂપે માર મારવામાં આવ્યો હતો. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો ગુજરાતની કોઈ શિક્ષણ સંસ્થા દ્વારા બાળકો પર કરવામાં આવતા જુલમનો નથી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને આ વીડિયો અંગે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ તેને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ક્યાંય એવું સાબિત નથી થતું કે ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આ એક ખોટી માહિતી છે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. આ ઘટના અંગેના બીજા તમામ સમાચારો તમે નીચે જોઈ શકો છો.
sandesh.com | zeenews.india.com | divyabhaskar.co.in |
Archive | Archive | Archive |
અમારી વધુ તપાસમાં અમને આ ઘટના અંગેની માહિતી દર્શાવતો સાંજ સમાચાર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે એ ખોટી માહિતી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે એ ખોટી માહિતી છે. આ કોઈ શિક્ષણ સંસ્થાનો વીડિયો નથી.
છબીઓ સૌજન્ય :ગુગલ

Title:શું ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પર કરાય છે આ રીતનો જુલમ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
