
Chetan Zinzuwadia નામના ફેસબુક યુઝર દ્વારા 1 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Protestors already broke inside #WhiteHouse for the first time in American history,, gun fire at east gate and some sources said Trump fleed with his family to Kanzas , #CIA have emergency meeting in an hour!#NewYorkprotests #NewYork #WhiteHouseProtests https://t.co/lpJDcFfVf2. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે. જેમાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ પોસ્ટને 20 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે. જેમાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને NBC4 Columbus નામની યુટ્યુબ ચેનલ પર 29 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા જ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમેરિકામાં રંગભેદને કારણે પ્રદર્શનકારીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકાના ઓહાયો સ્ટેટ હાઉસમાં પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા હતા અને તોડફોડ પણ કરી હતી.
આજ માહિતી સાથેના અન્ય વીડિયો અને સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. fox8.com | uhutv | Associated Press | newsup.gr
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો AS – Source News નામના એક ટ્વિટર હેન્ડલ પર પણ 30 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો અમેરિકાના ઓહાયો ખાતે આવેલા સ્ટેટ હાઉસમાં પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલી તોડફોડની માહિતી સાથે મૂકવામાં આવ્યો હતો.
નીચે તમે ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા ઓહાયો સ્ટેટ હાઉસ અને ગુગલ પરથી મેળવેલા ઓહાયો સ્ટેટ હાઉસના ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

આ ઉપરાંત તમે અમેરિકાના વ્હાઈટ હાઉસ અને ઓહાયો સ્ટેટ હાઉસ વચ્ચેનો તફાવત પણ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો નહીં પરંતુ ઓહાયો સ્ટેટ હાઉસનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો નહીં પરંતુ ઓહાયો સ્ટેટ હાઉસનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના વ્હાઈટ હાઉસનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
