શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ શાળાની શિક્ષિકાઓને વિદ્યાર્થીઓને ન ભણાવવા બાબતે ઠપકો આપી રહ્યા છે અને શિક્ષિકાઓ તેમને સાંભળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત લેવામાં આવી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના પાલી જિલ્લાના રોટક વિસ્તારમાં આવેલી રાજકિય ઉચ્ચ માધ્યમિક વિધાયલ સિળિગારી વિધાલયનો છે. દિલ્હીની શાળાનો નથી. તેમજ વિડિયોમાં જે વ્યક્તિ છે તે આઈએએસ અધિકારી ડો. સમિત શર્મા છે. કોઈ નેતા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દિલ્હીની શાળા છે અને નેતા દ્વારા અચાનક આ શાળાની મુલાકાત લેવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 26 ઓક્ટોબર 2020ની IN Bharat Newsની ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જોધપુરના સિનિયર IAS અધિકારી સરકારી શાળાની મહિલા શિક્ષિકાની બેદરકારી અંગે ગુસ્સે ભરાયા અને ક્લાસ શરૂ કર્યો.” 

https://www.facebook.com/100304928114433/videos/1012063175963386?__cft__[0]=AZWRJZtJhaSOhObsWJuzjywF_5lZq4adHfDP7-JRkbi317tQZ7S4EGi2gqfTm6seTLeAa33lkJZF44OlsuqfUZBiKNSwYT52-CCU_DFQa8m_OEvOUOA3ACuwyCFqLNWTCDVainbP367215zmM1mammn0

Archive

તેમજ સ્થાનિક ન્યુઝ ચેનલ News5 Bharat, The officers, દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં આ જ શાળાની મુલાકાત દરમિયાનનો અન્યો વિડિયો પણ સામેલ છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સ્થાનિક વેબસાઈટ સંજીવનીટુડેનો 25 ઓક્ટોબર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાં જે અધિકારી જોવા મળે છે તે રાજસ્થાનના જોધપુરના તત્કાલિન સંભાગિય વડા ડો.સમિત શર્મા છે. જેમણે પાલી જિલ્લાના રોટક વિસ્તારમાં આવેલી રાજકિય ઉચ્ચ માધ્યમિક વિધાયલ સિળિગારીની મુલાકાત લીધી હતી. જ્યા પ્રિન્સિપાલ જ્યોતિ ગોસ્વામી સહિત માત્ર 5 જ શિક્ષક શાળા શરૂ થયાના 1 ક્લાક બાદ હાજર મળ્યા અને 11 શિક્ષકો ગેરહાજર હતા. જેને લઈ બેદરકારી જણાતા પ્રિન્સિપાલ સહિત 11 શિક્ષકો સામે ચાર્જશિટ ભરવા આદેશ કર્યો હતો.” 

સંજીવનીટુડે | સંગ્રહ

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે ડો. સમિત શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો તેમનો જ છે. ગત વર્ષે તેમના દ્વારા સિળિગારીની રાજકિય ઉચ્ચ માધ્યમિક વિધાયલની આકસ્મિક મુલાકાત લીધી હતી તે દરમિયાનનો છે. દિલ્હીનો હોવાની વાત તદ્દન ખોટી હોવાનું જણાવ્યુ હતુ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના પાલી જિલ્લાના રોટક વિસ્તારમાં આવેલી રાજકિય ઉચ્ચ માધ્યમિક વિધાયલ સિળિગારી વિધાલયનો છે. દિલ્હીની શાળાનો નથી. તેમજ વિડિયોમાં જે વ્યક્તિ છે તે આઈએએસ અધિકારી ડો. સમિત શર્મા છે. કોઈ નેતા નથી.

Avatar

Title:શું ખરેખર દિલ્હીની શાળાની મુલાકાત નેતા દ્વારા લેવામાં આવી તેનો વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False