પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સ્ક્રિપ્ટેડ છે. જે જાગૃતતા ફેલાવવા અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી.

પાણીપુરી બનાવવા માટે અન્ય ઘટકો સાથે પાણીમાં ટોયલેટ ક્લીનર ભેળવતા પકડાયેલા ચહેરો ઢંકાયેલો એક વ્યક્તિનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં ટોયલેટ ક્લીનર્સ ભેળવીને પાણીપુરી વેચનાર પકડાયો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Narendra Chotaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં ટોયલેટ ક્લીનર્સ ભેળવીને પાણીપુરી વેચનાર પકડાયો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂર જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ ચલાવીને અમારી તપાસ શરૂ કરી હતી, જેના પરિણામે અમને જ્ઞાન ભંડાર નામના ફેસબુક પેજ પર લઈ ગયા જેણે 7 જુલાઈ 2022 ના રોજ “સામાજિક જાગૃતિ” નામના તેમના પ્લેલિસ્ટમાં આ જ વિડિયો પોસ્ટ કરી હતી.
આ વિડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, “અસ્વીકરણ: આ વિડિયો સંપૂર્ણ કાલ્પનિક છે, વિડિયોની તમામ ઘટનાઓ સ્ક્રિપ્ટેડ છે અને મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી છે, તે કોઈપણ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી નથી કે કોઈપણ પ્રકારની ધાર્મિક વિધિને બદનામ કરતી નથી. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈપણ સામ્યતા કેવળ સંયોગ છે.”
અસ્વીકરણનો સ્પષ્ટ અર્થ છે કે વાયરલ વિડિયો સ્ક્રિપ્ટેડ છે. વિડિયોનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.

અમને જાણવા મળ્યું કે વિડિયોનું બીજું વર્ઝન 12 જુલાઈ 2022ના રોજ સોશિયલ મેસેજ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યુ હતું. આ ચેનલ એવા વિડિયો પોસ્ટ કરે છે જે વપરાશકર્તાઓને સામાજિક સંદેશ શેર કરવાનું લક્ષ્ય બનાવે છે.
આ પહેલા પણ બાળકોને ઉપાડતી મહિલાનો વિડિયો પણ ખોટી માહિતી સાથે વાયરલ થયો હતો. જેનું ફેક્ટચેક પણ કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સ્ક્રિપ્ટેડ છે. જે જાગૃતતા ફેલાવવા અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. જેને વાસ્તિકતા સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાગૃતતા માટે બનાવેલા વિડિયોને સત્ય ઘટના માની અને સુરતનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે…જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
