
Vedant Barot નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ to My Baroda (Vadodara) નામના પબ્લિક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પાકિસ્તાન માં પહેલી વાર થ્રીડી ફિલ્મ ??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 49 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 651 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો છે કે કેમ? તે જોવા માટે અમે વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનમાં પ્રથમ વાર થ્રીડી ફિલ્મ જોવા અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પરિણામોમાં અમને mibrujula.com દ્વારા 10 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેના શીર્ષકમાં એવું સ્પષ્ટ લખેલું જોવા મળતું હતું કે, યમનના લોકો દ્વારા સૌપ્રથમ વર્ચ્યુઅલ રિઆલીટી ચશ્માનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને news18.com દ્વારા 13 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એવું જ લખેલું હતું કે, યમનના લોકો દ્વારા વર્ચ્યુઅલ રિયાલીટીના ચશ્મા પહેરીને તેમની પ્રતિક્રિયાઓ જોઈ શકાય છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત રશિયન ટાઈમ્સ દ્વારા પણ યમનના આ વીડિયોને 10 જૂન, 2019 ના રોજ તેના ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ યમનનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાકિસ્તાનનો નહીં પરંતુ યમનનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title: શું ખરેખર પાકિસ્તાનમાં પહેલી વાર થ્રીડી ફિલ્મ જોયા પછીનો છે આ વીડિયો…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
