
उमेश जीवाणी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આવાજ લોકો ભર્યા છે #ભાજપમાં ? આમતો હોયજ ને કારણકે આ લોકોનો ધન્ધો જ છે ગુંડાગરદી કરવાનો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 423 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતી વ્યક્તિ ભાજપના નેતા છે. જે ગુંડા ગર્દી કરવાની વાત કરી રહ્યા છે.”

આંમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને હરીશ મિશ્રા વારાણસી નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 6 જાન્યુઆરી 2020ના 19.32 મિનિટનો સમગ્ર વિડિયો અપલોડ કર્યો હતો. જેમા શીર્ષકમાં “JNU मामले को लेकर ,बनारस वाले मिश्रा जी, ने खोला BJp का पोल,कश्मीर से लेकर कन्या कुमारी तक मिश्रा जी” જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ TIMES OF TODAY નામના યુટ્યુબ યુઝર દ્વારા પણ તારીખ 6 જાન્યુઆરી 2020ના 19.32 મિનિટનું ઈન્ટરવ્યુ અપલોડ કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત ઈન્ટરવ્યુ પુરૂ સાંભળ્યા બાદ સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આ જ ઈન્ટરવ્યુનો એક ભાગ છે. તેમજ ઈન્ટરવ્યુ આપનાર વ્યક્તિનું નામ હરિશ મિશ્રા છે. હાલની પરસ્થિતી પર તેઓ ભાજપની ટીકા કરી રહ્યા છે. તેમજ વ્યંગાત્મક રીતે રિપોર્ટરના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. જે વારાણસીમાં હાલમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને હરિશ મિશ્રાનો સંપર્ક સાધતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “મારી પુરી નિષ્ઠા કોંગ્રેસ પ્રત્યેની છે. હાલ પણ હું બનારસમાં વિરોધપક્ષમાં મારી ભૂમિકા નિભાવું છું, હાલ દેશમાં CAAને લઈ જે પરિસ્થિતી દેશમાં ઉભી થઈ છે. તેના પર મે વ્યંગ કર્યો છે. જે પરિસ્થિતી દેશમાં ચાલી રહી છે. તે અંગે મારા વિચાર રજૂ કર્યા છે. તેને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી રહ્યો છે.”

અગાઉ પણ નવેમ્બર 2019માં હરિશ મિશ્રાનો વિડિયો ભાજપના નેતા તરીકે વાયરલ થયો હતો. જેનું પણ સત્ય ફેક્ટ ક્રેસન્ડો દ્વારા લોકો સુધી પહોંચાડ્યુ હતુ.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, કોંગ્રેસ સાથે જોડાયેલા બનારાસના હરિશ મિશ્રા નામના રાજનૈતિક નેતાના ઈન્ટરવ્યુને ખોટી રીતે ફેલાવવામાં આવી રહી છે. આ ઈન્ટરવ્યુમાં તેઓ હાલની પરિસ્થિતીને લઈ તે ભાજપાની આલોચના વ્યક્ત કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં ઇન્ટરવ્યુ આપી રહેલ વ્યક્તિ હરિશ મિશ્રા છે. જે કોંગ્રેસ સાથે જોડાયેલ છે. હાલની પરિસ્થિતી પર તે વ્યંગ કરી રહ્યા છે. અને ભાજપની આલોચના કરી રહ્યા છે.

Title:ફરી એકવાર વારાણસી કોંગ્રેસના સેવાદળના પૂર્વ અધ્યક્ષનો વિડિયો ભાજપના નેતાના નામે વાયરલ થયો….
Fact Check By: Yogesh KariaResult: False
