
Dilipsinh Darbar નામના ફેસબુક યુઝર દ્વારા 5 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भाजपा सांसद मनोज तिवारी के लिए दिल्ली पुलिस ने एम्बुलेंस रोकी,….
एम्बुलेंस में जिन्दगी और मौत से लड़ रही बच्ची थी और अंत में बच्ची ने दम तोड़ दिया !” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 27 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 70 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિલ્હી પોલીસ દ્વારા મનોજ તિવારી માટે એમ્બ્યુલન્સ રોકવામાં આવી હતી.

ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે આ વિડિયોને ઈનવીડ પર અલગ-અલગ કિફ્રેમ્સ થી તોડી ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યુ હતુ. પરિણામમાં અમને 5 એપ્રિલ 2017ના NDTV દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર મળ્યા હતા. સમાચારમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ એમબ્યુલન્સને એટલા માટે રોકવામાં આવી હતી કેમકે, મલેશિયાના પ્રધાન મંત્રી નિજબ રજાક તે રસ્તેથી નિકળવાના હતા. સમાચારમાં એ પણ લખવામાં આવ્યુ હતુ કે, આ વિડિયોને લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અમને ફેસબુક પર આ વિડિયોના લાઈવ સ્ટ્રીમને અમે અલગ-અલગ કી વર્ડસના માધ્યમથી શોધવાનો પ્રયત્ન કર્યો હતો. વિડિયોને 1 એપ્રિલ 2017ના પ્રિતી નરૂલા દ્વારા લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યો હતો અને વિડિયોમાં પોલીસે બૈરિકેડમાંથી એમબ્યુન્સને જવા દિધી ન હતી. આ વિડિયોમાં સ્પષ્ટ થઈ જાય છે કે આ ઘટના 1 એપ્રિલ 2017ના બની બતી.
આ સમાચારને ગૂગલ સર્ચ કરતા અમને 5 એપ્રિલ 2017ના ધ હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના ઈંદિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ પાસે થઈ હતી. અને માર્ગ અવરોધ થઈ ગયો હતો કારણ કે મલેશિયાના પ્રમુખ તે રસ્તેથી નિકળવાના હતા.

આ સમાચારને અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ સરકારી વેબસાઈટ પર શોધતા અમને વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પ્રેસ રિલિઝ મળી હતી. પ્રેસ રિલિઝમાં લખવામાં આવ્યુ હતું કે, “મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દત્તો શ્રી મોહમ્મદ નજીબ તુન અબ્દુલ રજાક, 30 માર્ચ થી 4 એપ્રિલ 2017 વચ્ચે તેમની પત્ની દતિન શ્રી રોસમાહ મંસૂર સાથે ભારત આવી રહ્યા છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2017નો છે. પરંતુ મનોજ તિવારી માટે પોલીસે એમ્બ્યુલન્સને ન હતી રોકી. મલેશિયાના પ્રધાનમંત્રી માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર મનોજ તિવારી માટે દિલ્હી પોલીસે એમ્બ્યુલન્સ રોકી..? જાણો શું છે સત્ય……
Fact Check By: Yogesh KariaResult: False
