
હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેના શિર્ષકમાં લખવામાં આવેયુ છે કે, LPG સિલિન્ડરની કિંમતોમાં ઠંડીના કારણે વધારો થયો : ધર્મેન્દ્ર પ્રધાન. આ ન્યુઝ પેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સિલિન્ડરના ભાવ વધારેને લઈ હાલમાં આ નિવેદન આપવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ નિવેદન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા હાલમાં નહિં પરંતુ વર્ષ 2021માં આપવામાં આવ્યુ હતુ. અને ધર્મેન્દ્ર પ્રધાન હાલમાં આ મિનિસ્ટ્રી પણ સંભાળી નથી રહ્યા.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સિલિન્ડરના ભાવ વધારેને લઈ હાલમાં આ નિવેદન આપવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Facebook | Facebook | Facebook
ટ્વિટર પર પણ આ સમાચારને હાલને ગણાવી શેર કરવામાં આવી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને વર્ષ 2021ના મિડિયા અહેવાલ (ન્યુઝનેટવર્ક, એબીપી અસ્મિતા) પ્રાપ્ત થયા હતા. જેમાં કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ.
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે, હાલમાં પેટ્રોલિય અને ગેસ મંત્રી તરીકે હરદિપ એસ પુરી છે.
જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન એજ્યુકેશન અને સ્કિલ ડેવલોપ્મેન્ટ મંત્રીનું પદ સંભાળે છે. જે માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
તેમજ હાલમાં કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરમાં વધારો થયો હતો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ભાજપાના પ્રવક્તા ભરત પંડયાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારનું નિવેદન હાલમાં કોઈ ભાજપા નેતા દ્વારા આપવામાં આવ્યુ નથી, લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ નિવેદન સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યુ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ નિવેદન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા હાલમાં નહિં પરંતુ વર્ષ 2021માં આપવામાં આવ્યુ હતુ. અને ધર્મેન્દ્ર પ્રધાન હાલમાં આ મિનિસ્ટ્રી પણ સંભાળી નથી રહ્યા.

Title:કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ગેસ સિલિન્ડરના ભાવને લઈ હાલમાં નિવેદન નથી આપવામાં આવ્યુ…જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Missing Context
