શું ખરેખર આ દ્રશ્યો ઈરાકમાં હાલમાં જોવા મળ્યા છે….? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Rupal J Mistry નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે ઇરાકની આકાશમાં વિચિત્ર રચનાઓ જોવા મળી હતી અને લોકો ડરતા ડરતા રડવાનું શરૂ કરતાં વિચાર્યું કે આ વિશ્વના અંતની શરૂઆત છે!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો આજનો છે અને ઈરાકનો છે. જે જોઈ લોકોએ કહ્યુ કે, આ વિશ્વના અંતની શરૂઆત છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 14 ઓગસ્ટ 2017ના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ રશિયાના પોલિટિશિયન Aleksandr Pazychko દ્વારા તારીખ 20 જૂલાઈ 2017ના આ જ વિડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્ચો હતો. તેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “આ ગઈકાલ રાતની ઘટના છે. કામેનોગોસર્કથી 100 કિમિની દૂર બનવા પામી છે. સાંજે 5 વાગ્યે એક ચક્રવાત બાદ એક ગ્રહ પરથી દળા જેવું. જે જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા હતા. આ તેમને કામેનોગોસર્ક દ્વારા મોક્લવામાં આવ્યો છે.” 

https://www.facebook.com/100009730993175/videos/509134406087588/

ARCHIVE

આ વિડોયો હાલનો નથી જૂનો છે તે તો સાબિત થઈ ગયુ છે, આ વિડિયો વર્ષ 2017માં પણ વાયરલ થયો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ એક રહસ્યમય ગ્રહ પૃથ્વી સાથે અથડવવાનો છે અને પૃથ્વીના અંતનો સમય આવી ગયો છે. તેવા જૂદા-જૂદા દાવાઓ કરવામાં આવ્યા હતા. ઘણા મિડિયા વેબસાઈટ દ્વારા અને ફેક્ટ ચેકર્સ દ્વારા આ વિડિયોનો ખોટો ગણાવી તેની સાથે કરવામાં આવેલા દાવાઓને ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

THE TELEGRAPH | ARCHIVE

turnbackhoax.id દ્વારા પણ આ વિડિયને ખોટો સાબિત કરતો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી. છેલ્લા ત્રણ વર્ષથી તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. હાલમાં લોકોને ભ્રામક કરવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર આ દ્રશ્યો ઈરાકમાં હાલમાં જોવા મળ્યા છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False