Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય....
હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.”
તેમજ ચંદ્રબાબુના સમર્થન પરતની વાત સોશિયલ મીડિયા વાયરલ એબીપી ન્યુઝ ચેનલની બ્રેકિંગ પ્લેટના કારણે થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયો વિશે જાણવા માટે અલગ-અલગ કીવર્ડનો ઉપયોગ કર્યો હતો. પરિણામે, અમને એબીપી ન્યૂઝ પર વાયરલ વીડિયો સંબંધિત સમાચાર મળ્યા. અમને જાણવા મળ્યું છે કે, વાયરલ વીડિયોની ક્લિપ એબીપી ન્યૂઝના આ વીડિયો સાથે મેળ ખાય છે. આ વીડિયો 7 માર્ચ 2018ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો તાજેતરનો નથી પરંતુ 6 વર્ષ જૂનો છે.
વાઈરલ વીડિયોમાં જોવા મળેલી ઈમેજ અને અમને મળેલી વીડિયોની ઈમેજનું પૃથ્થકરણ કરીને જોઈ શકાય છે કે બંને ઈમેજમાં સમાનતા છે.
પ્રકાશિત અહેવાલો અનુસાર, ચંદ્રબાબુ નાયડુ 2018માં NDA ગઠબંધન સરકારથી અલગ થઈ ગયા હતા કારણ કે તેમને તેમના રાજ્યને વિશેષ દરજ્જો અને નાણાકીય સહાય ન આપવા સામે વાંધો હતો.
વર્ષ 2018માં આ સમાચાર ઘણા મીડિયા હાઉસને ટાંકીને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે ટીડીપીએ 2014માં ભાજપ સાથે ગઠબંધન કર્યું હતુ. પરંતુ 2018ની સામાન્ય ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો ન મળવાથી નારાજ TDP પાર્ટીએ NDA સાથે સંબંધો તોડી નાખ્યા.
ચંદ્રાબાબુ નાયડુ 2024માં એનડીએમાં ફરી જોડાયા
લગભગ છ વર્ષ પછી, 10 માર્ચ, 2024ના રોજ, ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં પરત ફર્યા. જેડીયુ પણ 12 સાંસદો સાથે એનડીએમાં સામેલ છે.
ચંદ્રબાબુ નાયડુએ NDA ગઠબંધન સાથેના સંબંધો તોડ્યા
વાયરલ દાવાની પુષ્ટિ કરવા માટે અમે ગૂગલ પર સર્ચ કર્યું. પરંતુ અમને આવા કોઈ સમાચાર મળ્યા નથી. જો ચંદ્રાબાબુ નાયડુએ NDA ગઠબંધન સાથે સંબંધ તોડવાનો કોઈ નિર્ણય લીધો હોત તો તે ચોક્કસપણે મીડિયામાં હેડલાઈન્સ બની હોત. પરંતુ અમે આવા કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ સમાચાર હાલના નહિં પરંતુ વર્ષ 2018ના છે. હાલમાં ચંદ્રબાબુ નાયડુ દ્વારા એનડીએ સાથે ગઠબંધન તોડ્યાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
Indian Express Article
https://indianexpress.com/article/political-pulse/tdp-bjp-nda-chandrababu-naidu-gains-9206162/
ABP News Article
https://www.abplive.com/news/india/prime-minister-narendra-modi-speaks-to-chandrababu-naidu-805371
NDTV Youtube News Channel
https://youtu.be/sZoF3dOnO3E
ABP News Youtube News Channel
https://youtu.be/8TFXg62G5kw