સોશિયલ મીડિયામાં એક સાથે સાત સભ્યોની અંતિમ યાત્રાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો 29 ઓક્ટોબર 2023ના ઈન્સ્ટાગ્રામ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સુરત એકસાથે એક જ પરિવારના સાત સભ્યોની નીકળી અંતિમ યાત્રા ધારાસભ્ય પુર્ણેશ મોદી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા.”

તેમજ વધુ સર્ચ કરતા અમને બીબીસીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 28 ઓક્ટોબર 2023ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર ઍપાર્ટમેન્ટમાં સોલંકી પરિવારના પાંચ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી જ્યારે બેએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી છે.પોલીસ પ્રમાણે પરિવારની આત્મહત્યાના મૂળમાં ‘આર્થિક સંકડામણ’ હોવાનું જણાઈ રહ્યું છે.

BBC | ARCHIVE

તેમજ આ કેસમાં સુરતના તત્તકાલિન પોલીસ કમિશ્નર અજય તોમરનું નિવેદન તમે નીચે સાંભળી શકો છો. તેમણે જણાવ્યુ હતુ કે, “એક વ્યક્તિ મનીષ કનુભાઈ સોલંકીએ તેના આખા પરિવારને ઝેર આપ્યું, અને પછી આત્મહત્યા કરીને તેનું મોત નીપજ્યું. ગઈકાલે, અમને જાણ થતાં, પોલીસ તાત્કાલિક ઘરે પહોંચી ગઈ. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા પરિવારે કેવી રીતે આ પગલું ભર્યું તે જાણી શકાશે...ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે...ઘરને અંદરથી તાળું મારવામાં આવ્યું હતું, જેથી કરીને બાકીના છ સભ્યોના મોતનું કારણ છે ઝેરનું સેવન.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2023માં સુરતના એક જ પરિવારના સાત સભ્યોઓએ કરેલી આત્મહત્યા બાદ નીકળેલી અંતિમ યાત્રાનો છે. આ પ્રકારે કોઈ ઘટના હાલમાં બનવા પામી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Claim Review :   સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોઓએ હાલમાં આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો.
Claimed By :  Social media users
Fact Check :  MISSING CONTEXT