વર્ષ 2021ના ભીડના વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો...
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી.
એક મોટી સંખ્યામાં ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભીડ એક સ્ટેજ પર ઉભેલા લોકો તરફ ઘક્કા મારતા જોઈ શકાય છે. આ ભીડ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ પણ કરવામાં આવતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં બનાસકાંઠામાં 600ની ભરતી બહાર પાડવામાં આવી જેમા હજારો યુવાનો આવ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં બનાસકાંઠામાં 600ની ભરતી બહાર પાડવામાં આવી જેમા હજારો યુવાનો આવ્યા હતા.”
Facebook | Fb post Archive | Fb video રચિવે
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કર્યુ કે બનાસકાંઠામાં આવી કોઈ સરકારી નોકરીની ભરતીની જાહેરાત હાલમાં કરવામાં આવી છે કે કેમ, પરંતુ અમને કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવી દ્વારા પ્રસારિત એક ટ્વીટમાં આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 28 નવેમ્બર 2021ના શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં ગ્રામ રક્ષક દળની 600 જગ્યાઓ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને વીટીવી ગુજરાતીનો 27 નવેમ્બર 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રામ રક્ષદ દળ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એક સાથે હજારો યુવકો આવી જતા વ્યવસ્થા ખોરવાય હતી.. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.”
તેમજ આ અંગે અન્ય મીડિયા હાઉસ ગુજરાત સમાચાર, ઈટીવી ભારત, દ્વારા પણ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ વર્ષ 2021માં યોજાયેલી ભરતી પ્રક્રિયા દરમિયાનનો છે. હાલમાં આ પ્રકારે કોઈ ભરતી કરવામાં આવી રહી નથી. આ વીડિયોને હાલની પરિસ્થિતી સાથે કોઈ લેવા-દેવા નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)