આ વીડિયોને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો હરિયાણાના અંબાલામાં સ્થાનિક સમસ્યાને લઈને ગ્રામજનોના પ્રદર્શનનો છે.

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક અધિકારી સાથે અન્ય લોકોને પૈસાને લઈ વાત કરી રહ્યા છે, અંતમાં વાતાવરણ ઉગ્ર બનતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન પૈસાને લઈ થઈ રહેલી બબાલનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ખેડૂતો દ્વારા હાલમાં ચાલી રહેલા આંદોલન દરમિયાન પૈસાને લઈ થઈ રહેલી બબાલનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથેના વીડિયોને ધ્યાનથી જોતા અમને વીડિયોમાં SANDHU HR 04નું માઈક આઈડી જોવા મળ્યુ હતુ.

તેમજ આ ક્લુના આધારે અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને આ ચેનલ પર 30 જાન્યુઆરી 2024ના રોજ અપલોડ કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયોમાં 11 મિનિટ પછી વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે. આ મુજબ અંબાલાના કાલા અંબ ન્યુ રોડ પર પુલની સમસ્યાને લઈને ગ્રામજનોએ ટંડવાલ ગામમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તેમજ વધુ સર્ચ કરતા સ્થાનિક રાજકારણી ગુરૂનામ સિંઘ ચઢૂના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ખેતર રોડ પરનો પુલ રોડથી 1 મીટર નીચે ખોદીને બનાવવામાં આવ્યો હતો જેથી ઓછી માટી નાખવી પડી.અધિકારીઓ સાથે ઘર્ષણ નવા રોડ ક્રોસિંગ અને કલ્વર્ટના બાંધકામ અંગે જે અધિકારીનો પર્દાફાશ કરશે તે NHAI અધિકારીને હું સજા કરીશ. વીડિયો!”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોને ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો હરિયાણાના અંબાલામાં સ્થાનિક સમસ્યાને લઈને ગ્રામજનોના પ્રદર્શનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: કિસાન આંદોલન સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી. જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False