
સુરત રડાર ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #આશા_ રાખીએ_ કે_ ભારતમાં_ પણ_ આવો_ દિવસ_ જલ્દી_થઇ_જલ્દી_આવે ન્યૂઝીલેન્ડમાં છેલ્લો કોરોના દર્દીઓ કોરોના મુક્ત થતા દર્દીને રાજા આપ્યા બાદ Covid-19 વોર્ડના દરવાજા બંધ કરાવામાં આવ્યા ત્યાર ના દ્રશ્યોમાં કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફની ખુશી સાફ જોઈ શકાય છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 35 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ન્યુઝીલેન્ડમાં કોરોનાનો છેલ્લો દર્દી સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાં કોરોનાનો વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ તથા યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમનો કોઈ સચોટ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. દરમિયાન અમે વિડિયોને ધ્યાનથી જોતા વિડિયોની સાઈડના ભાગમાં “visit Italy community” લખેલુ જણાતા અમે સોશિયલ મિડિયા પર તપાસ શરૂ કરી હતી.
દરમિયાન અમને ફેસબુક પર “visititaly community” નામનું પેજ પ્રાપ્ત થયુ હતુ. જેમાં 8 જૂન 2020ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “મટેરાની હોસ્પિટલમાં કોરોના વાયરસનો વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો.” (નોધ : મટેરાએ ઈટાલીનું એક શહેર છે.)
તેમજ ત્યાના લોકલ ચેનલ Matera News દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ હોસ્પિટલનું નામ “Madonna delle Grazie” છે.
TRM NETWORK દ્વારા પણ 5 જૂનના રોજ આ વિડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
તેમજ ન્યુઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર દ્વારા ગત સોમવારના એટલે કે 8 જૂનના રોજ જણાવવામાં આવ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડ કોરોના મુક્ત થયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ન્યુઝીલેન્ડનો નહિં પરંતુ ઈટલીના શહેર મટેરાની એક હોસ્પિટલનો છે. ન્યુઝીલેન્ડનો વિડિયો હોવાની વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

Title:શું ખરેખર આ ન્યુઝીલેન્ડની હોસ્પિટલના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
