
आम्ही बरौडेकर નામના ફેસબુક પેજ દ્વારા 13 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શાર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સચિન પાયલોટ નું ટ્વીટ અમે કોંગ્રેસની ગુલામી નહિ કરીએ…#SachinPilot. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, सोनिया उर्फ एंटोनिया माइनो के कहने पर ही मुख्यमंत्री अशोक गहलोत ने मुझे दरकिनार किया| मैं और मेरे साथ 25 विधायक शपथ लेते है कांग्रेस की गुलामी नहीं करेंगे| આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટના ફોટોમાં મૂકવામાં આવેલું ઉપરોક્ત ટ્વિટ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટને 54 લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં મૂકવામાં આવેલું ટ્વિટ સચિન પાયલોટ દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને સચિન પાયલોટનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પોસ્ટમાં સચિન પાયલોટના ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેમાં ક્યાંય પણ એ ટ્વિટર એકાઉન્ટ સત્તાવાર હોય એવું સાબિત થતું નથી.

નીચે તમે સચિન પાયલોટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને નકલી ટ્વિટર એકાઉન્ટ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સચિન પાયલોટ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં સચિન પાયલોટ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:સચિન પાયલોટના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
