
Falguni Solanki નામના ફેસબુક યુઝર દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Wah ! #Prashant_bhushan. આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો છે જેમાં એવું લખેલું છે કે, सुप्रिम कोर्ट ने मुझे माफी मांगने को कहा, मैं भगतसिंह का पूजारी हूं, फांसी पे झूल जाउंगा सावरकर नहीं जो माफी मांग लूंगा| આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટના ફોટોમાં મૂકવામાં આવેલું ઉપરોક્ત ટ્વિટ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટને 193 લોકોએ લાઈક કરી હતી. 14 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં ફોટોમાં મૂકવામાં આવેલું ટ્વિટ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પ્રશાંત ભૂષણ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યાર બાદ અમે ટ્વિટર પર સર્ચ કરતાં અમને પ્રશાંત ભૂષણનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં શોધ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
પોસ્ટમાં પ્રશાંત ભૂષણના ટ્વિટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેમાં ક્યાંય પણ એ ટ્વિટર એકાઉન્ટ સત્તાવાર હોય એવું સાબિત થતું નથી.

પ્રશાંત ભૂષણનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ @pbhushan1 છે, જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલું એકાઉન્ટ @P_Bhushan1 છે જે એખ નકલી ટ્વિટર એકાઉન્ટ છે.
નીચે તમે પ્રશાંત ભૂષણના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને નકલી ટ્વિટર એકાઉન્ટ વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રશાંત ભૂષણ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રશાંત ભૂષણ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:પ્રશાંત ભૂષણના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
