યુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False Health આંતરરાષ્ટ્રીય I International

ખેડૂત માટે વિશેષ માહીતી નામના ફેસબુક પેજ દ્વારા 4 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, યુનિસેફ કોરોના વાયરસ કદમાં મોટા પ્રમાણમાં 400-500 માઇક્રોના કોષ વ્યાસ સાથે હોય છે, તેથી કોઈપણ માસ્ક તેની પ્રવેશને અટકાવે છે તેથી મીઝલ્સ સાથે વેપાર કરવા માટે ફાર્માસિસ્ટ્સનું શોષણ કરવાની જરૂર નથી. વાયરસ હવામાં સ્થિર થતો નથી, પરંતુ જમીન પર, તેથી તે હવા દ્વારા પ્રસારિત થતો નથી. કોરોના વાયરસ, જ્યારે તે ધાતુની સપાટી પર પડે છે, તે 12 કલાક જીવંત રહેશે, તેથી સાબુ અને પાણીથી હાથ ધોવા એ યુક્તિ કરશે. કોરોના વાયરસ જ્યારે તે કાપડ પર પડે છે તે 9 કલાક સુધી રહે છે તેથી કપડા ધોવા અથવા તેમને બે કલાક સૂર્ય સામે લાવવાથી તે તેની હત્યા કરે છે. વાયરસ 10 મિનિટ સુધી હાથ પર રહે છે તેથી આલ્કોહોલ સેનિટાઈઝરને ખિસ્સામાં મૂકવું રોકથામના હેતુ માટે પૂરતું છે. જો વાયરસ 26-27 ° સે તાપમાનમાં આવે છે, તો તે મરી જશે, તે ગરમ વિસ્તારોમાં રહેતો નથી. ગરમ પાણી પીવું અને સૂર્યનો સંપર્ક કરવો એ પૂરતું સારું છે. આઈસ્ક્રીમ અને કોલ્ડ ફૂડથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. હૂંફાળા પાણી અને મીઠાથી ઉકાળો કાકડા કાsે છે અને ફેફસાંમાં લિક થવાથી રોકે છે. આ સૂચનાનું પાલન એ વાયરસને રોકવા માટે પૂરતું છે. યુનિસેફ સુરક્ષિત રહો !. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસ હવામાં સ્થિર થતો નથી. તે જમીન પર જ પડી રહે છે. જો આ વાયરસ 26 થી 27 ડિગ્રી તાપમાનમાં આવે તો તે મરી જાય છે. કારણ કે તે ગરમ હવામાનમાં રહી શકતો નથી. જેના બચાવ માટે આઈસ્ક્રીમ તેમજ અન્ય ઠંડા પદાર્થો ખાવાથી દૂર રહેવું જોઈએ. આ વયરસથી બચવા માટે આ નિર્દેશોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આ પોસ્ટને 7 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 21 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.03.10-08_16_35.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર યુનિસેફ દ્વારા આ પ્રકારે કોરોના વાયરસ સંબંધિ કોઈ માહિતી બહાર પાડવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે Unicef ની વેબસાઈટ પર તપાસ કરી હતી. ત્યાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. વધુમાં અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા યુનિસેફનો સંપર્ક કરતાં તેઓએ અમને એવું જણાવ્યું હતું કે, યુનિસેફ દ્વારા આ પ્રકારે કોઈ જ સંદેશ કે માહિતી બહાર પાડવામાં આવી ન હતી.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, યુનિસેફ દ્વારા અંગ્રેજી ભાષામાં એવી માહિતી આપવામાં આવી હતી કે, યુનિસેફ દ્વારા વોટ્સએપ મેસેજ દ્વારા કોઈ જ પ્રકારની માહિતી કે સંદેશ બહાર પાડવામાં આવ્યો નથી. યુનિસેફની ફેસબુક પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને યુનિસેફના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ફક્ત એટલી જ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, કોરોના વાયરસથી બચવા માટે શું શું કાળજી રાખવી જોઈએ? જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમને WHO તેમજ અન્ય વિશેષજ્ઞો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે, કોરોના વાયરસ ખાંસી તેમજ એકબીજાના સ્પર્શથી ફેલાય છે. જો કોઈ અન્ય વ્યક્તિ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના મોઢા, નાક કે અન્ય જીવાણુંવાળી જગ્યાએ સ્પર્શ કરે તો તે પણ આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

કોરોના વાયરસ તાપમાનથી નષ્ટ પામે એ વાત ખોટી છે. કેટલાક ઉષ્ણકટિબંધવાળા દેશોમાં પણ કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા છે. એ હજુ સુધી સાબિત નથી થયું કે, ગરમ પાણી પીવાથી કે આઈસ્ક્રીમ તેમજ ઠંડા પદાર્થ ખાવાથી દૂર રહેવા પર કોરોના વાયરસથી બચી શકાય છે. 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુનિસેફ દ્વારા એવી કોઈ જ માહિતી બહાર પાડવામાં નથી આવી કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ હજુ સુધી સાબિત નથી થયું કે, ગરમ પાણી પીવાથી કે આઈસ્ક્રીમ તેમજ ઠંડા પદાર્થ ખાવાથી દૂર રહેવા પર કોરોના વાયરસથી બચી શકાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:યુનિસેફના નામે કોરોના વાયરસ સંબંધિ ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False