શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

Education False રાષ્ટ્રીય I National

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘गुजरात में 25 सालों से किसकी सरकार है सब जानते है, वहां सरकारी शिक्षा के हालात देखिए, बजट! शिक्षा पर पूरे देश में खर्च 400 करोड़, कुंभ स्नान पर 4000 करोड़, क्या ऐसे बनेगा भारत विश्वगुरु??’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 293 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 411 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની સરકારી શાળાનો છે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી આ ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો. જેના પરથી અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે જ જગ્યાનો બીજા એંગલથી લીધેલો ફોટો પ્રાપ્ત થયો હતો, તેમજ આ ફોટો સાથે હિન્દુસ્તાન ટાઈમ્સનો એક આર્ટીકલ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, જે ફોટો આપવામાં આવ્યો છે. તે ફોટો મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના પરસોરિયા ગામની શાળાનો છે. જયા શાળાના નવા અન જૂના બિલ્ડિંગ વચ્ચે બેસવા માટે વિદ્યાર્થીઓ મજબુક બન્યા છે. જે આર્ટીકલ આપ નીચે વાંચી શકો છો અને ફોટો પણ જોઈ શકો છો.

HINDUSTAN TIMES | ARTICLE ARCHIVEત્યારબાદ અમે મધ્ય પ્રદેશના સર્વ શિક્ષા અભિયાનના ડાઈરેક્ટર કમ સેક્રેટરી રશમી અરૂણ શમી જોડે આ શાળા અંગે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, અમે તમામ શાળાઓને સફાઈ રાખવા માટે આદેશ આપી દિધા છે. છતા પણ આ શાળામાં સફાઈનો અભાવ જોવા મળતા કડક પગલા લેવામાં આવ્યા હતા.

ઉપરોક્ત પડતાલમાં એ સાબિત થાય છે. કે, પોસ્ટમા શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની કોઈ સરકારી શાળાનો નથી પરંતુ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના પરસોરિયા ગામની શાળાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમા શેર કરવામાં આવેલો ફોટો ગુજરાતની કોઈ સરકારી શાળાનો નથી પરંતુ મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના પરસોરિયા ગામની શાળાનો છે.

Avatar

Title:શું ખરેખર આ શાળા ગુજરાતમાં આવેલી છે…? જાણો શું છે સત્ય…….

Fact Check By: Yogesh Karia 

Result: False