
Thakor Sravan Patan નામના ફેસબુક યુઝર દ્વારા 11 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જીવન નો છેલ્લો દિવસ 29 એપ્રિલ 2020. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 29 એપ્રિલ, 2020 ના રોજ પૃથ્વીનો અંત થવાનો છે. આ પોસ્ટને 100 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 400 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 29 એપ્રિલ, 2020 ના રોજ પૃથ્વીનો અંત થવાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને express.co.uk દ્વારા 6 માર્ચ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એસ્ટેરોઈડ(નાનો તારો) ચેતવણી : નાસા દ્વારા એક 4 કિમીના એસ્ટેરોઈડને ટ્રેક કરવામાં આવ્યો – જો આ ગ્રહ પૃથ્વી સાથે ટકરાશે તો સમગ્ર સૃષ્ટિનો અંત થઈ શકે છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, નાસા સતત આ એસ્ટેરોઈડનું અન્ય ગ્રહો વચ્ચેનું અંતર, તેનો માર્ગ અને પૃથ્વીથી તેના અંતર પર સતત નજર રાખી રહ્યું છે. આ ગ્રહને ‘52768 (1998/2/2)’ નામ આપવામાં આવ્યું છે. નાસા દ્વારા 1998 માં જ આ ગ્રહની શોધ કરવામાં આવી હતી. એ સમયથી નાસા તેના પર નજર રાખી રહ્યું છે. આ ગ્રહથી જોડાયેલી તમામ માહિતી ‘સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીજ’ (CNEOS) ની વેબસાઈટ પર સાર્વજનિક રીતે મૂકવામાં આવી છે.
વધુમાં અમને CNEOS દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 4 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “29 એપ્રિલ, 2020 ના રોજ એસ્ટેરોઈડ 1998 OR2 પૃથ્વીથી 3.9 મિલિયન માઇલ / 6.2 મિલિયન કિલોમીટરના અંતર પરથી પસાર થશે. જે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. Daily Express ના લેખમાં આ ગ્રહ વિશે જે ચેતાવણી આપવામાં આવી છે એ તદ્દન ખોટી છે.”
વધુમાં નાસા દ્વારા તેના આવનારા ખતરાની માહિતી આપતા પેજ cneos.jpl.nasa.gov પર પણ આ ગ્રહ અંગે કે પૃથ્વીનો અંત થવાનો છે એવી કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 29 એપ્રિલ, 2020 ના રોજ પૃથ્વીનો અંત થવાની માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ 29 એપ્રિલ, 2020 ના રોજ પૃથ્વીનો અંત થવાની માહિતી તદ્દન ખોટી છે. જેનું નાસા દ્વારા ખંડન કરવામાં આવ્યું છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર 29 એપ્રિલ, 2020 ના રોજ પૃથ્વીનો અંત થશે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
