
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગતાં તેને હેમરેજ થઈ જાય છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pradip Dudhat નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચાલુ ચાર્જીગ થી મોબાઈલ મા વાત કરવાથી સીધો મગજ માં સોટ લાગવાથી હેમરેજ થયુ. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિને મોબાઈલ ચાર્જીંગમાં રાખીને વાત કરતાં કરંટ લાગતાં તેને હેમરેજ થઈ જાય છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને આવા ઘણા બધા વીડિયો Sanjjanaa Galrani નામની એક કન્નડ અભિનેત્રીના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
જોકે, અમને આ વીડિયો આ પેજ પર જોવા મળ્યો નહતો પરંતુ આ વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એજ દ્રશ્યો અન્ય કેટલાક વીડિયોમાં પણ અમને જોવા મળ્યા હતા.
તમે જે સંજના ગલરાનીના પેજ પર મૂકવામાં આવેલા વીડિયોમાં ઘેરા રાખોડી રંગની ચાની કીટલી, સફેદ ટેબલ લેમ્પ, વાદળી સોફા, વોલ પેઈન્ટીંગ અને મુખોટુ અને ખૂણામાં વાદળી કલરની તિજોરી પણ દેખાય છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ બધા વીડિયો એક જ ઘરમાં શૂટ કરવામાં આવ્યા છે.
નીચે તમે આ તમામ વીડિયોમાં દેખાઈ રહેલી એકસમાન ચીજવસ્તુઓને જોઈ શકો છો.


Scripted Video 1 | Scripted Video 2 | Scripted Video 3
પ્રથમ વીડિયોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, માતા-પિતાના વ્યસનની લતની નાના બાળકો પર કેવી રીતે અસર પડે છે. બીજા વીડિયોમાં પાણી ગરમ કરવા માટે વપરાતા ઈલેક્ટ્રિક હીટર પાસે બાળકોને એકલા છોડવાના જોખમો દર્શાવે છે. ત્રીજા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, મજાક મસ્તીના કારણે ડરના કારણે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.
આ તમામ વીડિયોના કેપ્શનમાં પેજ ઓપરેટરે સ્પષ્ટ કહ્યું છે કે, આ તમામ વીડિયો ડ્રામા સીન છે. તે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. જેમાં મારો મતલબ એ છે કે, વીડિયોમાં કામ કરી રહેલા તમામ લોકો એક્ટર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ લોકજાગૃતિ માટે કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:મોબાઈલ ચાર્જીમાં રાખીને વાત કરવાથી કરંટ લાગ્યો હોવાનો સ્ક્રીપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: Missing Context
