
Rohit Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “कर्मकाण्ड को ढोंग ढकोसला कहनेवाले के मुँह पर जोरदार तमाचा लगाते हुए हमारे चन्द्रयान -2 के वैज्ञानिकों के समूह ने प्रक्षेपण से पूर्व पूजा-पाठ किया। साथ ही ISRO द्वारा किसी भी प्रक्षेपण से पूर्व उसका प्रतिरूप वेंकटेश्वर मंदिर में भगवान बेंकटेश्वर को अर्पित किया जाता है ताकि प्रक्षेपण सफल रहे। सिर्फ भारत ही नहीं दुनिया भर के वैज्ञानिक अभियान की सफलता के लिए धार्मिक अनुष्ठान करते हैं। अब कोई मूर्ख ही कहेगा कि वैज्ञानिक पूजा पाठ को नहीं मानते हैं! क्यों?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ ફોટો પર 295 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચંદ્રયાન-2ની પૂજા દરમિયાન આ ફોટો લેવામાં આવ્યો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NYTimesની 18 જાન્યુઆરી 2018ના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે અનુસાર ભારતે એક લાંબી દૂરીની બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા રાખે છે. આ સમાચાર તમે નીચે વાંચી શકો છો.

ત્યારબાદ ISROની ઓફિશીયલ વેબસાઈટ પરથી અમને 14 જુલાઈ 2019ના લોન્ચ ચંદ્રયાન-2ની ફોટો મળી. હતી. ચંદ્રયાન-2ની ફોટોને ઉપરોક્ત ફેસબુક પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો સાથે સરખાવવામાં આવી જે આપ નીચે જોઈ શકો છે.

DRDOની ઓફિશીયલ વેબસાઈટ પરથી અને અગ્નિ 5 ના સબંધિત એક પ્રેસનોટ મળી હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, આ મિસાઈલ 15 સપ્ટેમ્બર 2013ના લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો અગ્નિ 5 નામના મિસાઈલની છે. ચંદ્રયાન-2ની નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો ફોટો અગ્નિ 5 નામની મિસાઈલની છે. ચંદ્રયાન-2ની નથી.

Title:શું ખરેખર આ ચંદ્રયાન-2ની પૂજા સમયે લેવાયેલી ફોટો છે..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
