શું ખરેખર ધારા 370માં કોઈ દેશનો સાથ ન મળતા ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

BhaVesh BadShah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘370 पर किसी भी #देश का #साथ न मिलने पर #पागल हुए #पाक_PM_इमरान_खान देने लगे #पत्रकारों को #गालियाँ ???’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 29 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ધારા 370 મામલે કોઈ પણ દેશનો સાથ ન મળતા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથણ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને યાનડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને dailymotion.com નામની વેબસાઈટ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો.

ARCHIVE

આ વિડિયો ત્રણ વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, એક પ્રેસ કોન્ફરન્સમાં ઘોંઘાટ કરતા પોતાની પાર્ટી કાર્યકર્તાઓને શાંત પાડતી વખતે ઈમરાન ખાન ગુસ્સે થઈ ગયા હતા. આ વિડિયો ત્રણ વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં તારીખ લખવામાં આવી ન હતી. 

જો કે, તારીખ શોધવી જરૂરી જાણવી જરૂરી જણાતા અમે ગૂગલ પર ‘Imran khan gets angry in press conference’ લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા. પરિણામમાં અમને ઘણા યુઝર દ્વારા આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો.

ARCVHIVE

‘Sherman Chamberlin’નામના ફેસબુક યુઝર દ્વારા 18 જૂન 2015ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ તેજ પ્રેસ કોન્ફરન્સનો વિડિયો છે. જે અલગ એન્ગલથી લેવામાં આવ્યો છે.

ARCHIVE

આ સિવાય ‘exciting world’ નામના યુઝર દ્વારા 2 માર્ચ 2018ના તેમજ ‘video.dunyanews.tv’ વેબસાઈટ દ્વારા 8 જૂન 2015ના અને ‘RamiZ Ramiz’ નામના યુઝર દ્વારા 19 ડિસેમ્બર 2015ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. 

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ધારા 370 હટાવ્યા બાદનો નહિં પરંતુ વર્ષ 2015થી પબ્લીક લાઈફમાં ઉપલબ્ધ છે. 

જો કે, ત્યારબાદ એ જાણવુ જરૂરી હતુ કે, ઈમરાન ખાન પ્રધાનમંત્રી ક્યારે બન્યા. ગૂગલ સર્ચ કરતા જાણવા મળ્યુ હતું કે, ગત વર્ષે જ તેમણે પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સપથ ગ્રહણ કર્યા હતા.

આમ, એ સાબિત થાય છે કે, જ્યારે આ વિડિયો શૂટ કરવામાં આવ્યો ત્યારે ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન ન હતા. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ધારા 370 હટાવ્યા બાદનો નથી. આ વિડિયો વર્ષ 2015થી પબ્લિક લાઈફમાં ઉપલબ્ધ છે.

Avatar

Title:શું ખરેખર ધારા 370માં કોઈ દેશનો સાથ ન મળતા ઈમરાન ખાને પત્રકારોને ગાળો આપી હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False