ભાજપાના 39 મંત્રીઓ દેશભરમાં 212 લોકસભા ક્ષેત્રમાં જન આશીર્વાદ યાત્રા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ભાજપાના નેતાઓ વચ્ચે મારામારી થતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેના દ્રશ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2019નો છે. હાલની ભાજપાની જન આશીર્વાદ યાત્રા સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપાની જન આશીર્વાદ યાત્રા દરમિયાન કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી, જેના દ્રશ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો ન્યુઝ 4 રાજસ્થાન નામની યટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે 11 એપ્રિલ 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “અજમેરમાં ભાજપના ઉમેદવારની ચૂંટણી સભામાં નેતા અને પૂર્વ જિલ્લા પ્રમુખ અથડાયા હતા. લોકસભાની ચૂંટણીમાં ગુરૂવારે સવારે મસુદા વિધાનસભા ક્ષેત્રના ખારવામાં ભાજપના ઉમેદવાર ભગીરથ ચૌધરીની જનસંપર્ક સભામાં હંગામો થયો હતો. ભાજપના નેતા ભંવરસિંહ પાલડા અને પૂર્વ ગ્રામ્ય જિલ્લા પ્રમુખ નવીન શર્માએ માઇક સોંપવા બાબતે અથડામણ કરી હતી. દરમિયાન પાલડાના સમર્થકોએ પૂર્વ જિલ્લા પ્રમુખ શર્માને માર માર્યો હતો. અચાનક થયેલા હુમલાને કારણે સ્ટેજ પર અંધાધૂંધી સર્જાઈ હતી. ભાજપના ઉમેદવાર ભગીરથ ચૌધરી પણ વિચલિત થયા. અન્ય નેતાઓએ દરમિયાનગીરી કરી અને પૂર્વ જિલ્લા પ્રમુખ શર્માને હુમલાથી બચાવ્યા હતા. ભાજપના નેતાઓની મારપીટ અને મુકાબલા અંગેના સોશિયલ મીડિયા પરના વીડિયો પણ વાયરલ થયા હતા.

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પત્રિકા ન્યુઝ દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ 11 એપ્રિલ 2019ના પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પત્રિકા.કોમ | સંગ્રહ

તેમજ અમરઉજાલા દ્વારા પણ આ વિડિયોના સ્ક્રિનશોટ સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “માઈક પર પહેલા બોલવાને લઈ ભાજપાના મંત્રીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી.” જે તમે નીચે જોઈ શકો છો.

અમરઉજાલા | સંગ્રહ

ANI દ્વારા પણ 12 એપ્રિલ 2019ના આ જ વિડિયો તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વર્ષ 2019નો છે. હાલની ભાજપાની જન આશીર્વાદ યાત્રા સાથે કોઈ લેવા-દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર જન આશીર્વાદ યાત્રા દરમિયાન ભાજપાના કાર્યકર્તાઓ વચ્ચે માથાકુટ થઈ હતી...?

Fact Check By: Yogesh Karia

Result: False