વારિસ પઠાણ અને ઈમ્તિયાઝ જલીલનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો જૂનો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

‎‎‎‎Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા 26 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જવાબદારી પુર્ણ કર્યા પછી પેમેન્ટ લેવા આવેલા વારીશ પઠાણ ની તેમનાં ભાજપ નાં જીગરજાન મિત્રો સાથે ની એક ઝલક. 👇👇👇👇 આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં આમ આદમી પાર્ટીના નેતા વારિસ પઠાણ દ્વારા હિન્દુ સમુદાય પર એક ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું. જેને લઈને મોટી બબાલ ઉભી થઈ હતી અને આ ભાષણ ભાજપના ઈશારે કરવામાં આવ્યું છે તેમજ આ ભાષણ પછી વારિસ પઠાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા તે સમયનો આ ફોટો છે. આ પોસ્ટને 812 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 13 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 152 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આ ફોટો તાજેતરમાં AIMIM ના નેતા વારિસ પઠાણ દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણ બાદનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને imtiaz jaleel દ્વારા 22 જુલાઈ, 2015 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વિવિધ મુદ્દાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા, યાકુબ મેમણને ફાંસી તેમજ કોમી અશાંતિ પર ચર્ચા. 

Archive

અમારી વધુ તપાસમાં અમને Waris Pathan દ્વારા પણ આજ માહિતી સાથે 22 જુલાઈ, 2015 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.

Archive

કર્ણાટકના ગુલબર્ગામાં 19 ફેબ્રુઆરીએ સીએએ વિરોધી રેલીમાં લોકોને સંબોધન કરતા AIMIM ના નેતા વારિસ પઠાણે કહ્યું હતું કે 100 કરોડ પર 15 કરોડ ભારે પડશે. આ નિવેદન બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વારિસ પઠાણના આ નિવેદનની વ્યાપક ટીકા થઈ હતી. આ મામલો વધુ તંગ બનતાં વારિસ પઠાણ દ્વારા પોતાના નિવેદન પર માફી પણ માંગવામાં આવી હતી. આ સમાચાર ઘણા બધા મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. jagran.com | navbharattimes.indiatimes.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વારિસ પઠાણ, ઈમ્તિયાઝ જલીલ અને દેવેન્દ્ર ફડણવીસનો ફોટો વર્ષ 2015 નો છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતી. આ ફોટોને તાજેતરમાં વારિસ પઠાણ દ્વારા હિન્દુઓ વિરુદ્ધમાં આપવામાં આવેલા વિવાદિત ભાષણ સાથે જોડીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વારિસ પઠાણ, ઈમ્તિયાઝ જલીલ અને દેવેન્દ્ર ફડણવીસનો ફોટો વર્ષ 2015 નો છે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતી. આ ફોટોને તાજેતરમાં વારિસ પઠાણ દ્વારા હિન્દુઓ વિરુદ્ધમાં આપવામાં આવેલા વિવાદિત ભાષણ સાથે જોડીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:વારિસ પઠાણ અને ઈમ્તિયાઝ જલીલનો દેવેન્દ્ર ફડણવીસ સાથેનો જૂનો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False