
SAVE and CARE Foundation દ્વારા તારીખ 24 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઇટાલી ની હાલત અત્યારે આવી છે. લાસો ઉઠાવવા વાળુ કોઇ નથી. હજુ ચેતી જાવ. શેર કરો વધુમાં વધુ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 175 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2600 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવ કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ઈટાલીનો છે. જ્યાં લાશોના ઢગલા થઈ ગયા છે. જેને ઉપાડવા વાળો નથી.”
ઉપરોક્ત પોસ્ટામાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
સમાચાર એંજસી રોયટર્સ અનુસાર, જર્મનીના ફ્રૈકફર્ટ શહેરમાં 24 માર્ચ 2014ના આયોજિત એક કાર્યક્રમનો આ ફોટો છે. નાજી કાટજબાકના દરોડામાં મૃત્યુ પામેલા લોકોને 528 લોકો દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
24 માર્ચ 2020ના બુચેનવાલ્ડ અને ડચાઉમાં દરોડામાં 528 લોકો માર્યા ગયા હતા. ફ્રેન્કફર્ટ શહેરમાં મૃતક પીડિતોને શુભેચ્છા પાઠવવા એક કલાકારની કલ્પના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તમે આ વિશે વધુ માહિતી માટે નીચે આપેલા આર્ટીકલ વાંચી શકો છો. IB TIMES | NY POST
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો 6 વર્ષ જૂનો છે. તેમજ તેને કોરોના સાથે કોઈ સંબંધ નથી. આ ફોટો જર્મનીનો છે. નાઝીસતાવણીમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધ્રાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમનો આ ફોટો છે.

Title:શું ખરેખર ઈટાલીમાં રોડ પર પડેલી લાશોનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
