
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાહ વાહ કર્ણાટક સિદ્ધાલિંગેશ્વર મેળા નો આ દ્રશ્ય છે. જ્યાં કાલે ગુરુવારની આ ભીડ છે.જ્યાં કોઇપણ પ્રકાર નું સોસિયલ ડિસ્ટનસિંગ કે લોકડાઉન નું પાલન થયેલ નથી છતાં દલાલ મીડિયા માં આ બાબતે કોઈ ડિબેટ નહિ થાય કેમ કારણકે એ ધર્મ ની વાત છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 229 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 45 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ ડેક્કન હેરાલ્ડ દ્વારા વર્ષ 2017માં કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કર્ણાટકના કોપ્પલના વાર્ષિક ગવિસદેશેશ્વર જથરે લેવામાં આવ્યો હતો.” જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયુ કે, આ ફોટો હાલનો નથી. અને સિધ્દ્રલિંગેશ્વર મંદિરનો પણ નથી. પરંતુ હાલની પરિસ્થિતીને આગળ વધારી હતી અને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, 16 એપ્રિલ 2020ના કર્ણાટક રાજ્યમાં ગુલબર્ગાના કલાપુરકી જિલ્લામાં સિધ્દ્રલિંગેશ્વર મંદિરની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પરંતુ જે ફોટો પોસ્ટ સાથે શેર કરવામાં આવ્યો છે. તેટલી ભીડ જોવા મળી ન હતી. આ આયોજનનો વિડિયો ઘણા લોકોએ સોશિયલ મિડિયામાં શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગુરૂવારના સવારે ગુલબર્ગા જિલ્લાના સીતાપુર તાલુકાના રાવુર ગામમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાડી પોલીસ સ્ટેશનના સબ ઈન્સપેક્ટર વિજયકુમાર પાવગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમને એ આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કે, આ ઉત્સવમાં 150થી વધૂ લોકો જોડાયા હતા અને તેને રોકવામાં સબ ઈન્સપેક્ટર નિષ્ફળ રહ્યા હતા.
તેમજ 20થી વધૂ લોકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને વિડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ પણ કરવામાં આવી હતી.

કોરોના કારણે નિયમિત તહેવાર રદ કરવામાં આવ્યા હતા. પરંતુ, મંદિર પ્રશાસનને માત્ર વિશેષ પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ સવારે 6 વાગ્યે પોલીસની શિફ્ટ પુરી થતા મંદિર પ્રશાસન દ્વારા એક આપાત્કાલિન રથ બનાવવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં ભેગા થયેલી ભીડનો નથી. આ ફોટો વર્ષ 2017નો છે. કર્ણાટકના કોપ્પાલના વાર્ષિક ગવિસદેશેશ્વર જથરે લેવામાં આવ્યો હતો. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર કર્ણાટકના સિધ્દ્રાલિંગેશ્વરના મેળામાં ભેગા થયેલા લોકોના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
