
Ghanshyam Ghodadara Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નકલી કાજૂ બનાવવાનું મશીન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 22 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નક્લી કાજૂ બનાવવાની મશીનનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. દરમિયાન અમને આ જ પ્રકારના વિડિયો પર એક કોમેન્ટ વાંચવા મળી હતી. રમેશ ઘાગ નામના યુઝરે મરાઠીમાં કહ્યું હતુ કે, આ વિડિયો કાજુ-આકારના બિસ્કિટ બનાવે છે તે મશીનનો છે. આ બનાવટી કાજુ બનાવવાની મશીન નથી. તેમણે કોમેન્ટમાં એમ પણ જણાવ્યું હતું કે, તેમણે વિડિયો દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી હોવાથી તેમણે ભારતીય કાજુ કાઉન્સિલમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ થિયરીને પકડીને પછી અમે વધુ શોધ કરી. આ મશીનને કાજુ મીઠું મશીન કહે છે. આની ઘણી વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકેની વિડિયો તમે નીચે જોઈ શકો છો. આ મશીન ચોટીવાલા ફુડ્સ એન્ડ મશીન દ્વારા બનાવવામાં આવે છે.
કાજૂ નમ્કીન બનાવવાની રેસીપી અહીં વાંચી શકો છો. નીચે તમે કાજુની નમ્કિન બનાવવાના ફોટા જોઈ શકો છો. લોટમાંથી કાજુનો આકાર આપી કાપવામાં આવે છે. ઉપરોક્ત મશીન આ જ કાર્ય કરે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો નકલી કાજુ બનાવવાની મશીનનો નછી. પરંતુ કાજુ બિસ્કિટ બનાવવાની મશીનનો વિડિયો છે.

Title:શું ખરેખર આ નકલી કાજૂ બનાવવાનું મશિન છે…..? જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
