નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

રાજકીય I Political

VIPUL PATEL નામના એક ફેસબુક યુઝર દ્વારા જો તમે ગુજરાતી છો તો આ ગ્નુપ માં જોડાઓ જોઈએ ફેસબુક માં કેટલા ગુજરાતી છે   એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં એક સમાચાર પત્રના માધ્યમથી દાવો કરવામાં આવ્યો હતો કે, “બુલેટ ટ્રેનમાં કોઈ બેસશે નહીં પણ દુનિયાને દેખાડવા આવું કરવું પડે : નરેન્દ્ર મોદી”  આ પોસ્ટ પર 230 લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા, 76 લોકોએ પોતાના મંતવ્યો આપ્યા હતા, અને 136 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટની પડતાલ કરવી જરૂરી જણાતા સૌ પ્રથમ અમે ગૂગલની મદદ લેવાનું નક્કી કર્યું. આ પોસ્ટમાંથી અમને જાણવા મળ્યું કે 2013માં જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે તેમણે મુંબઈમાં બુલેટ ટ્રેન પર નિવેદન આપ્યું હતું. જેથી અમે ગૂગલ પર “narendra modi statement on bullet train in 2013” સર્ચ કરતા નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.

GOOGLE | ARCHIVE

ગૂગલમાંથી મળેલા પરિણામોમાંથી બીજા નંબરના પરિણામમાં જે યુ ટયુબનો વિડિયો આપવામાં આવ્યો હતો, તેના પર ક્લિક કરતા અમને મોદીએ 2013માં જે સ્પીચ આપી હતી તેની 2.18 મિનિટની ક્લિપ મળી હતી અને તે ક્લિપને ધ્યાનથી સાંભળતા અમને જાણવા મળ્યું હતું કે, આ સ્પીચમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે मैने प्रधानमंत्री से बोला एक छोटा सा काम कर दीजिये, अहमदाबाद-मुंबई हाई स्पीड बुलेट ट्रेन चालू करवाई मैने कहा उसे क्या होगा, दुनियाको हमारी ताकत का परिचय होगा ट्रेन से वो कोई बेठने आने वाला नही है |” (TC 1.36 TO  1.58)  આમ, નરેન્દ્ર મોદી પોતાના આ ભાષણમાં સ્પષ્ટ બોલે છે, કે વહા સે કોઈ બેઠને નહિ આને વાલા હે. વહા સે એટલે નરેન્દ્ર મોદી એમ કહેવા માંગે છે કે, બીજા દેશમાંથી કોઈ બેસવા નહિં આવે. આમ ઉપરોક્ત પોસ્ટમાં નરેન્દ્ર મોદીના ભાષણને ખોટી રીતે ફેરવી તોળવામાં આવ્યું છે.

ARCHIVE

ત્યાર બાદ 14 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં બુલેટ ટ્રેન લોન્ચના કાર્યક્રમમાં શું કહ્યું તે પણ જાણવું જરૂરી હતું તેથી યુ ટયુબ પર અમે તે શોધતા અમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમની 31 મિનિટની સ્પીચ મળી હતી. તેમાં તેઓ સ્પષ્ટ બોલે છે કે 500 કિમી દૂર વસતા બે શહેરોના લોકો એકબીજાની નજીક આવી જશે આમ નરેન્દ્ર મોદી કોઈને દેખાડવા માટે નહિ પરંતુ ભારતમાં વસતા લોકોના વિકાસ માટે આ હાઈસ્પીડ બુલેટ ટ્રેન લાવ્યા છે.

ARCHIVE

ત્યાર બાદ ભાજપના નેતાઓ સાથે આ અંગે વાત કરતા તેમણે પણ સ્પષ્ટ જણાવ્યુ હતુ કે, “બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ભારતના વિકાસ માટે અને લોકોના ફાયદા માટે જ લાવવામાં આવ્યો છે, હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે વિરોધીઓ દ્વારા નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવા ખોટા વીડિયો ફેરવી તોડી લોકો સુધી મુકવામાં આવી રહ્યા છે.”

(FILE PHOTO)

પરિણામ

આમ ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, વર્ષ 2013માં નરેન્દ્ર મોદી દ્વારા જે વાત કરવામાં આવી છે, ઉપરોક્ત પોસ્ટમાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે, તેમજ વર્ષ 2013ના નરેન્દ્ર મોદીના ભાષણમાં તેઓ વિદેશના કોઈ લોકો બુલેટ ટ્રેનમાં બેસવા નહિ આવે એવું કહેવા માંગે છે.

Avatar

Title:નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે શું કહ્યું…! જાણો સત્ય શું છે…

Fact Check By: Frany Karia 

Result: False