શું ખરેખર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ભગવા વસ્ત્રોમાં મોદીનું કરાયું સ્વાગત…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Mansukh Gautami નામના ફેસબુક યુઝર દ્વારા 31 ઓગષ્ટ,2019  ના રોજ એક ફોટો પોસ્ટ શેર કરવામાં આવી હતીઆ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  મોદી સાહેબનો વટ તો જુવો. પોતે ટોપી ના પહેરે પણ શેખ સાહેબને ભગવા ઓઢાડી આવ્યા. અમથા નમો નમો નથી કરતા. આ પોસ્ટમાં ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કેઅબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ભગવા વસ્ત્રોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ પોસ્ટને 40 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.04-18_55_44.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા એક ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.09.04-19_05_48.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ ભગવા વસ્ત્રોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા હોય એવો કોઈ જ ફોટો કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં જ જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીની મુલાકાત લીધી તે સમયનો છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને યુએઈના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ જાયદ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મુલાકાતના વીડિયોને નરેન્દ્ર મોદીના ઓફિશિયલ યુટ્યુબ એકાઉન્ટ પર 24 ઓગષ્ટ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત અમને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા પણ 25 ઓગષ્ટ, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના ઓરિજીનલ ફોટોને તમે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં પીએમઓ ઈન્ડિયા દ્વારા પણ પ્રધાનમંત્રીની અબુધાબી મુલાકાતના ફોટોને ટ્વિટર પર 24 ઓગષ્ટ, 2019 ના રોજ મૂકવામાં આવ્યા હતા. જે પણ તમે નીચે જોઈ શકો છો.

Archive

આમ, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. મોદી અને ક્રાઉન પ્રિન્સના ફોટોશોપ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેના તફાવતને તમે નીચે જોઈ શકો છો.

image4.png

ઉપરોક્ત પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટીગ કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ફોટોશોપના માધ્યમથી એડિંટીંગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા ભગવા વસ્ત્રોમાં મોદીનું કરાયું સ્વાગત…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False