
ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 નંબર પર “ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. નાકામ સરકારની નાકામ પોલીસ..અપહરણ કરાયેલ યુવતીની હજુ કોઈ ભાડ નથી.મોડાસામાંથી કરાયેલ યુવતી હજુ અપહરણ કારો પાસે જ…” લખાણ સાથે એક વિડિયો પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં એક યુવતીનું અપહરણ કરાયું હોવાના સીસીટીવી હતા.

ઉપરોક્ત વિડિયો અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “મોડાસા અપહરણ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને NEWS18 ગુજરાતી નો 31 ડિસેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટના અંગેની જાણકારી આપવામાં આવી હતી. અને પોલીસે આ યુવતીને થોડી જ કલાકોમાં છોડાવી હોવાનું જણાવવામાં આવ્યુ છે.

તેમજ અમે બાદમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને ખોટી રીતે વાયરલ થઈ રહેલા આ મેસેજ અંગેનું માહિતી આપી હતી, “આ યુવતીની અપહરણકારોના હાથમાંથી થોડો સમયમાં જ છોડાવી લેવામાં આવી હતી અને આરોપીઓને ચોરીવાજ ચોકડી પાસેથી પક્ડી પાડવામાં આવ્યા હતા. જેમના વિરૂધ્ધ મોડાસા પોલીસ ટાઉનમાં ગુના રજીસ્ટરનંબર 72/2019 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.તેમજ આ પ્રકારના ખોટા મેસેજ થી લોકોને દૂર રહેવા વિનંતી પણ કરવામાં આવી હતી.”
પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસનોટ અને આરોપીનો ફોટો તમે નીચે જોઈ શકો છો.


આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, મોડાસમાં જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, તેને થોડી જ કલાકમાં પોલીસ દ્વારા અપહરણકારોના ચંગૂલમાંથી છોડાવી લેવામાં આવી હતી અને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, મોડાસા માંથી યુવતીનું અપહરણ થયુ હતુ તે વાત સાચી હતી. પરંતુ માત્ર થોડા જ સમયમાં આ યુવતીને અપહરણકારોના ચંગૂલમાંથી છોડાવી લેવામાં આવી હતી અને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

Title:શું ખરેખર અપહરણ કરાયેલી યુવતીનો હજુ છુટકારો નથી થયો..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: Partly False
