બાંગ્લાદેશના સતખીરામાં પૂરના સમયની જૂની તસવીર ખોટા દાવા સાથે વાયરલ
તાજેતરમાં, પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ અટકી નથી અને કુદરતી આફત એક મોટી સમસ્યા બની ગઈ છે. બાંગ્લાદેશ હવે પૂર સંકટનો સામનો કરી રહ્યું છે. સતત ચોમાસાના વરસાદ અને વહેતી નદીઓના કારણે બાંગ્લાદેશ ભયંકર પૂરની ઝપેટમાં છે. આ પૂરના કારણે અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત હોવાનું કહેવાય છે. અસરગ્રસ્તોને પીવાના પાણી, ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દવાઓ અને સૂકા કપડાની પણ કટોકટીનો સામનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક તસવીરને આ સંદર્ભ સાથે જોડીને ખૂબ વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં લોકોને પાણીમાં ઉભા રહીને નમાઝ અદા કરતા બતાવવામાં આવ્યા છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “હાલમાં બાંગ્લાદેશમાં આવેલા પૂર દરમિયાન લેવામાં આવેલી તસવીર છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં બાંગ્લાદેશમાં આવેલા પૂર દરમિયાન લેવામાં આવેલી તસવીર છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમે અમારી તપાસની શરૂઆતમાં ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, અમને ઈન્ટરનેશનલ ફોટોગ્રાફી એવોર્ડસની વેબસાઈટ પર અપલોડ કરાયેલી આ વાયરલ તસવીર મળી. ચિત્ર સાથે શીર્ષક આપવામાં આવ્યું હતું, પ્રે ફોર મર્સી. અમે નીચેનું કેપ્શન વાંચ્યું છે, જે મુજબ આ ફોટો ફોટોગ્રાફર શરવર હુસૈન દ્વારા 8 ઓક્ટોબર, 2021ના રોજ બાંગ્લાદેશના સતખીરામાં લેવામાં આવ્યો હતો. કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે સતખીરા સુંદરબનનો નીચલો તટીય વિસ્તાર છે. તે સમયે આ વિસ્તાર પૂરની ઝપેટમાં હતો. ભારે ભરતીના પાણીના જોરદાર પ્રવાહને કારણે આ લોકોએ તેમની મસ્જિદ ગુમાવી દીધી હતી. જેના કારણે તેણે આ રીતે નમાઝ અદા કરવી પડી હતી.
આગળ જતાં, અમને 29 માર્ચ, 2022ના રોજ શરવર હુસૈનના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલ સમાન ચિત્ર જોવા મળ્યું. જેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે આ ફોટો વર્લ્ડ વોટર ડે ફોટો કોન્ટેસ્ટ 2022માં બીજું સ્થાન મેળવ્યું છે. શરવર હુસૈને તેની ફોટોગ્રાફી વિશે પણ લખ્યું છે કે મારૂ કામ @wwdphc -2022ની વિજેતા યાદીમાં છે તે જોઈને આનંદ થયો. આ "ગ્લોબલ વોર્મિંગના આંસુ" દસ્તાવેજી પ્રોજેક્ટનો ફોટો બતાવે છે. આ ફોટો શેર કરવાનો અને તેમાં ભાગ લેવાનો ઉદ્દેશ્ય ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસર વિશે વ્યાપક પ્રેક્ષકોને સંદેશ આપવાનો છે. હું માનું છું કે બીજું સ્થાન જીતવાથી મને મારા કાર્યને વિશ્વભરમાં ફેલાવવામાં મદદ મળશે. શરવર હુસૈનનું ઈન્સ્ટાગ્રામ બાયો જોઈને સ્પષ્ટ થઈ ગયું કે તે એક ડોક્યુમેન્ટ્રી ફોટોગ્રાફર છે.
અમને આ ચિત્ર wwdphcના Instagram પૃષ્ઠ પર મળ્યું છે. ફોટો 30 માર્ચ, 2022 ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, આ ફોટોએ વર્ષ 2022માં વર્લ્ડ વોટર ડે ફોટો કોન્ટેસ્ટમાં બીજું સર્વશ્રેષ્ઠ પુરસ્કાર જીત્યો છે. આ તસવીર બાંગ્લાદેશના સતખીરામાંથી લેવામાં આવી છે. બાંગ્લાદેશના શરવર એપોને ફોટો ક્રેડિટ આપવામાં આવી છે.
વાયરલ ફોટો જેવો જ એક ફોટો વેબસાઇટ monovisionsawards.com પર શેર કરવામાં આવેલો પણ જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ તસવીર ત્રણ વર્ષ જૂની છે જ્યારે બાંગ્લાદેશના સતખીરામાં પૂર આવ્યું હતું, આ જ તસવીરને બાંગ્લાદેશમાં તાજેતરમાં આવેલા પૂરની તસવીર કહેવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
International Photography's website
https://photoawards.com/winner/zoom.php?eid=8-1649077861-22
Sharwar Hussain Instagram Account
https://www.instagram.com/p/Cbq6vAHPi4c/?utm_source=ig_web_copy_link