જાણો મદરેસાના ઈમામ દ્વારા તોડવામાં આવી રહેલા મોબાઈલના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોબાઈલ તોડી રહેલા ઈમામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મદરેસામાં ઈમામે મોબાઈલ કાફિરોની શોધ છે એવું કહીને તમામ બાળકોના મોબાઈલ ફોન તોડી દીધા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોબાઈલ તોડી રહેલા ઈમામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ વર્ષ પાકિસ્તાનના એક મદરેસામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 11 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લ્યો બોલો...😃 काफिरों का अविष्कार है ये मोबाइल कह कर मदरेसे में सभी बच्चों का फोन तोड़ दिया. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મદરેસામાં ઈમામે મોબાઈલ કાફિરોની શોધ છે એવું કહીને તમામ બાળકોના મોબાઈલ ફોન તોડી દીધા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને indiatv.in દ્વારા 10 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનમાં એક ઈમામે તેના મદરેસાના વિદ્યાર્થીઓને કહ્યું કે, આપણા હાથમાં રહેલો આ ફોન કાફિરની શોધ છે, તેથી આપણે તેને નષ્ટ કરી તેને આપણા જીવનમાંથી દૂર કરી દેવો જોઈએ. એમ કહીને ઈમામે વિદ્યાર્થીઓની સામે હથોડીના ઘા મારીને તેમના મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ibn24newsnetwork | Shah Times | The Viral News
ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી Europe Invasion નામના એક સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોબાઈલ તોડી રહેલા ઈમામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ વર્ષ પાકિસ્તાનના એક મદરેસામાં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Sources
ibn24newsnetwork
https://www.youtube.com/watch?v=vfGJ2py7CIU
Shah Times
https://www.youtube.com/watch?v=vfGJ2py7CIU
The Viral News
https://www.youtube.com/watch?v=0jv8tTDbh-Q
Europe Invasion
https://x.com/EuropeInvasionn/status/1832848648117399747