
Bipin Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 3 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જયપુર માં એક હિન્દૂ સાધુની ચીલમ પીવાની ટેવ થી 300 થી વધુ લોકો કોરેન્ટાઇન. સાધુ કોરોના પોઝિટિવ છે. સાધુ નો ડેરી નો બિઝનેસ છે અને 50 થી વધુ પરિવારો ને દૂધ પોહચાડતો હતો. શુ તબલિકી જમાત ઉપર થયો તેવો કેશ આમની ઉપર થાશે?? મોદુ મીડિયા ના પત્રકાર આમની ઉપર પ્રાઈમ ડિબેટ કરશે??? પત્રકારો અને સરકાર ને સમજવું જોઈએ કે બીમારી ધર્મ જોઈને નથી આવતી. પીડિત ને આરોપી બનાવી દેવાની બર્બર માનસિકતા થી બહાર નીકળવાની વધારે જરૂર છે. જય ભારત. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જયપુરમાં એખ સાધુ દ્વારા ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો. આ પોસ્ટને 21 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર જયપુરમાં એખ સાધુ દ્વારા ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને PIB in Rajasthan દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક ન્યૂઝ પોર્ટલ ન્યૂઝ ઝારખંડ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, જયપુરના ટ્રાન્સપોર્ટ નગર ક્ષેત્રમાં એક સાધુની ચીલમને કારણે 300 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. પરંતુ જયપુરના જિલ્લા કલેક્ટર દ્વારા આ માહિતી ખોટી હોવાનું તેમજ આવી કોઈ જ ઘટના જયપુરમાં બની ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરતી અન્ય ટ્વિટ PIB in Jharkhand અને PIB Fact Check દ્વારા પણ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને PIB in Gujarat દ્વારા પણ 29 એપ્રિલ, 2020 ના રોજ ફેસબુક પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જયપુરમાં એક સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું એ માહિતી તદ્દન ખોટી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જયપુરમાં એક સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું એ માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર જયપુરમાં સાધુના ચીલમ પીવાને કારણે 300 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયું…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
