શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Partly False રાષ્ટ્રીય I National સામાજિક I Social

કોરોનાની બીજી લહેર સામે લડવામાં ઘણી સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને લોકોને કોરોના ના આ કપરા કાળ મદદ રૂપ થવા આગળ આવી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ગુજરાતના વડોદરા પાસે આવેલા અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો છે. જ્યાં 500 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Meena Patel Sumee નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેના ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટીવીનાઈન ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર વડોદરા નજીક આવેલા અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 500 બેડની કોરોનાની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. દરમિયાન લાઈવમાં પોસ્ટ સાથે વાયરલ ફોટોમાંના દ્રશ્યો જોઈ શકાય છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર “વડોદરાના અટલાદરામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 500 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ અને તેમાં હાલ 200 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.” 

Divyabhskar | Archive

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા શરૂ કરવામાં આવેલ કોવીડ સેન્ટર અંગે વધુ માહિતી તપાસ કરતા ફેસબુક પર આ સંસ્થાના સાધુ જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા કોરોના અંગે કેટલીક માહિતી સાથે મંદિર ખાતે શરૂ કરવામાં આવેલ કોરોનાની વ્યવસ્થા અંગે પણ જાણકારી આપતો વિડિયો મુકવામાં આવ્યો હતો. જે પરથી થાય છે કે વાયરલ તસ્વીર મુંબઈ સ્થિત સ્વામિનારાયણ મંદિર નથી. 

ARCHIVE 

તેમજ અમે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત પણ લીધી હતી. પરંતુ મુંબઈમાં કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હોવાની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ગુજરાતના વડોદરા પાસે આવેલા અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો છે. જ્યાં 500 બેડની કોરોના હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મુંબઈ સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી નથી.

Avatar

Title:શું ખરેખર સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની હોસ્પિટલ નિર્માણ કરવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: Partly False