શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

સરકારી યોજના શેયર કરો. નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2020ના એક પોસ્ટ શોર કરવામાં આવી હતી. “જો તમારે નોકરી કરવી હોઈ તો તમારો ફોન નમ્બર આપો, અને ભણતર પણ સાથે લખજો ભણતર ની લાયકાત ,,જે આ પોસ્ટને શેર કરશે એને તરત ફોર્મ મોકલવામાં આવશે 0 / 1/ 2/ 3/ 4/ 5 / 6 / 7 / 8 પાસ / 9 પાસ /10 પાસ / 11 પાસ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1000 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 806 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 666 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં હતી.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને PMMODIYOJANA.IN વેબસાઈટનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારની યોજના કેન્દ્ર સરકાર કે પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં નથી આવી. 

PMMODIYOJANA.IN | ARCHIVE

ત્યારબાદ ગૂગલ પર સર્ચ કરતા અમને અમર ઉજાલાનો નવેમ્બર 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સિક્કિમ રાજ્ય સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના લોંચ કરવામાં આવી હતી, જે યોજના અંતર્ગત 1 વર્ષમાં 17 યુવાનોને નોકરી મળશે.”

AMARUJALA | ARCHIVE

તેમજ પીઆઈબી દ્વારા પણ તારીખ 6 માર્ચ 2020ના તેમના ઓફિશીયલ એકાઉન્ટ પરથી આ વાતનું ખંડન કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં નથી આવી. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યોજના લોંચ કરવામાં જ નથી. નવેમ્બર 2018માં સીક્કિમ રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી.  

Avatar

Title:શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા એક પરિવાર એક નોકરી યોજના શરૂ કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False