
Hindu Prince Vijayvargiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ब्रिटिश एयरवेज की फ्लाइट का आनंद लीजिये। कहते है ना सुवर गंदगी में ही रहते है। यह उसका उद्धरण है। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 80 લોકોએ લાઈક કરી હતી, 22 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 63 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના તમામ પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની છે એવી કોઈ પણ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પરિણામોમાં અમને mirror.co.uk દ્વારા 5 સપ્ટેમ્બર, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી વાંચતા અમને માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની નહીં પરંતુ સાઉદી અરેબિયન એરલાઈન્સની છે. જે જેદ્દાહથી અદીસ અબાબા જવાવાળી સૌપ્રથમ ફ્લાઈટ હતી. જેનું એ જ દિવસે ઉદઘાટન થયું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની નહીં પરંતુ સાઉદી અરેબિયન એરલાઈન્સની છે. અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને લગતી સાચી માહિતી સાથેના અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
westernjournal.com | dailymail.co.uk | onemileatatime.com |
Archive | Archive | Archive |
આમ, પોસ્ટમાં વીડિયો સાથે કરવામાં આવેલો દાવો અમારા સંશોધનમાં ખોટો સાબિત થાય છે. આ ઉપરાંત અમને અમારી વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયોને હજયાત્રીઓએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગંદકી કરી હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો. જેની પણ સત્યતા કેટલાક ફેક્ટ ચેકર્સ દ્વારા કરવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.
altnews.in | aajtak.intoday.in |
Archive | Archive |
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની નહીં પરંતુ સાઉદી અરબની અરેબિયન એરલાઈન્સની છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર વીડિયોમાં દેખાતી ફ્લાઈટ બ્રિટીશ એરવેજની છે…? જાણો સત્ય
Fact Check By: Vikas VyasResult: False
