
Pragnesh Jani નામના ફેસબુક યુઝર દ્વારા 18 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान बेटे, वापस तो तुझे अभिनन्दन को भी करना पड़ा था,याद करले। ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 72 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 51 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા આ પ્રકારે ICJ ના નિર્ણયને ન માનવા પર કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી આગળની તપાસમાં યુટ્યુબનો સહારો લઈ લઈ ICJ का फैसला नहीँ मानेंगे, कुलभूषण को वापस नहीँ करेंगे। -इमरान સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને NDTV India દ્વારા 17 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ICJ દ્વારા કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. ઉપરાંત પાકિસ્તાનને હવે કુલભૂષણ કેસમાં કાઉન્સિલર એક્સેસ આપવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમજ પાકિસ્તાનને એ પણ કહેવામાં આવ્યું છે કે, તે પોતાના નિર્ણય પર સમીક્ષા કરે અને પુનર્વિચાર કરે. આ સંપૂર્ણ સમાચારને તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ફેસબુક અને ટ્વિટર પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને શોધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં પણ અમને એ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.


ઉપરોક્ત માહિતી પરથી અમને પાકિસ્તાનના વડાપ્રધાન આમરાન ખાન દ્વારા 17 જુલાઈ, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓ ICJ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને વધાવી રહ્યા છે. અને એવું કહી રહ્યા છે કે, ICJ દ્વારા કુલભૂષણ જાધવને હાલમાં ભારતને પરત ન સોંપવા, તેના પ્રત્યાર્પણને ન સ્વીકારવાના નિર્ણયને હું આવકારું છું. પાકિસ્તાનના લોકો સામે ગુના માટે તે દોષિત છે. પાકિસ્તાન કાયદા મુજબ આગળની કાર્યવાહી કરી શકે છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને Govt of Pakistan દ્વારા 17 જુલાઈ, 2019 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, પાકિસ્તાનની મોટી જીત. ભારત દ્વારા કુલભૂષણ જાધવને છોડવા તેમજ પ્રત્યાર્પણ અંગેની માંગ ICJ દ્વારા ફગાવવામાં આવી. આ ટ્વિટમાં પણ અમને ક્યાંય પોસ્ટના દાવા મુજબની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ICJ દ્વારા કુલભૂષણ જાધવને ભારતને પરત કરવાનો કોઈ જ નિર્ણય હાલના તબક્કે લેવામાં નથી આવ્યો તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા આ પ્રકારનું નિવેદન પણ આપવામાં આવ્યું નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા આ પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર ઈમરાન ખાને ICJ નો નિર્ણય ન માનવાનું આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
