
K Heena નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “केरल में मंदिरो के लिए बिजली दर 8 रू/युनिट मस्जिदो के लिए 2 रू/युनिट हिंदुस्तान है या पाकिस्तान? हिन्दुओं मिलकर आवाज उठाओं” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 72 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 252 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવમાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળમાં હિંદ મંદિરો માટે વિજળી દર 8 રૂપિયા પ્રતિ યુનિટ છે. જ્યારે મસ્જિદો માટે 2 રૂપિયા પ્રતિ યુનિટ વિજળીનો દર છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે ધર્મના આધારે સરકાર દ્વારા વિજળીના દર નક્કી કરવામાં આવ્યા હોય તો તે અંગે સ્થાનિક મિડિયામાં અહેવાલ આવ્યા જ હોય. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. પરંતુ અમને કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
દરમિયાન અમને કેરળ સ્ટેટ ઈલેક્ટ્રિક બોર્ડ લિમિટેડના ન્યુઝ ફેસબુક પેજ પર આ અંગેની કરવામાં આવેલી સ્પષ્ટતા પ્રાપ્ત થાય હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે,
વીજળી માટેનો ટેરિફ નક્કી કરનારી રાજ્ય વિદ્યુત નિયમન આયોગની ક્વોસી જ્યુડિશિયલ બોડી, મસ્જિદ અને મંદિર માટેના દરો અંગે નિર્ણય લે છે. તે સમાન જ હોય છે. તે મુજબ KSEB દ્વારા બિલ તૈયાર કરવામાં આવતુ હોય છે.
જો તમે 500 યુનિટથી નીચેનો ઉપયોગ કરો છો, તો તમને 500 યુનિટનો ચાર્જ તો સંપૂર્ણ યુનિટ માટે રૂ .5.70 લગાવવામાં આવે છે અને 500 યુનિટથી વધારે ઉપયોગ કરો છો તો સંપૂર્ણ યુનિટ માટે 6.50 રૂપિયા ચાર્જ લગાવવામાં આવે છે. આ ઉપરાંત 65 રૂપિયા ફિક્સ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ખોટા પ્રચાર દ્વારા છેતરવું નહીં
ત્યાર બાદ ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કેરળ વિદ્યુત બોર્ડના પીઆરઓ રામ મહેશનો સંપર્ક સાધ્યો હતો. તેણે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને નક્કારી કાઢયો હતો તેમજ જણાવ્યુ હતુ કે, “મસ્જિદ, ચર્ચ, મંદિર તમામ માટે એક સરખા જ દર છે.”
તેમજ ફેક્ટ ક્રેસન્ડો મલ્યાલમ દ્વારા પણ આ દાવા અંગેની પડતાલ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. કેરળમાં મંદિર, મસ્જિદ અને ચર્ચ તમામ ધાર્મિક સ્થળો માટે એખ સરખો જ વિદ્યુત ચાર્જ લેવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર કેરળમાં મંદિર અને મસ્જિદ માટે વિજળી દર અલગ-અલગ છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
