
ABP Asmita ના ઓફિશીયલ પેજ દ્વારા 29-05-2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “અમદાવાદ મેટ્રો ટ્રેન અચાનક બંધ પડી, મુસાફરો પગપાળા જવા થયા રવાના” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 1300 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 164 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 363 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમદાવાદ મેટ્રો ટ્રેન અચાનક બંધ પડી ગઈ હતી અને મુસાફરો પગપાળા જવાની ફરજ પડી હતી.
ARCHIVE | PHOTO ARCHIVE | MAIN POST ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી જો આ પ્રકારે કોઈ ઘટના બની હોય તો સ્થાનિક મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે સૌ પ્રથમ ગૂગલ પર “અમદાવાદ મેટ્રો ટ્રેન બંધ પડી ગઈ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા” અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ABP અસ્મીત સિવાય અન્ય કોઈપણ મિડિયા દ્વારા આ અંગેની નોંધ લેવામાં આવી હોય તેવું જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી, અને યુ ટ્યુબ પર “અમદાવાદ મેટ્રો ટ્રેન બંધ પડી ગઈ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા ન હતા. જો આટલી મોટી ઘટનાની નોંધ ન લેવાઈ હોય તો ઉપરોક્ત પોસ્ટ સંદેહ ઉભો કરાવતી હતી. તેથી અમે ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના ડેપ્યુટી જનરલ એન્જીનિયર અંકુર પાઠક જોડે વાત કરી હતી. તેને અમને જણાવ્યુ હતુ કે, “મુસાફરો માટે મેટ્રો ટ્રેન નિયમિત સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલે છે, તા 29 મે 2019ના મુસાફરો માટે મેટ્રો ટ્રેન બંધ થઈ ગયા બાદ અમે એક મોકડ્રીલનું આયોજન કર્યુ હતુ, અમારા 140 કર્મચારી સાથે સાંજે 5.30 વાગ્યે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તમે જે વાત કહી રહ્યા છો તે ખોટી વાત છે. કોઈ મુસાફર હેરાન નથી થયા વિડિયોમાં દેખાતા અમારા જ કર્મચારી છે. સુરક્ષાને લઈ સમાંયતરે અમારા દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. કોઈ મુસાફર હેરાન નથી થયા. વિડિયોમાં દેખાતા લોકો ગુજરાત રેલ્વે મેટ્રો પ્રોજેક્ટના જ કર્મચારી છે. અને તેમના દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મેટ્રો ટ્રેન બંધ પડી ગઈ તે વાત પણ ખોટી છે.
પરિણામ
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, મેટ્રો ટ્રેન બંધ પડી ગઈ તે વાત ખોટી છે. વિડિયોમાં દેખાતા લોકો ગુજરાત રેલ્વે મેટ્રો પ્રોજેક્ટના જ કર્મચારી છે. અને તેમના દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર અમદાવાદ મેટ્રો ટ્રેન બંધ થઈ જતા મુસાફરો હેરાન થયા હતા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
