સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

Education False રાજકીય I Political

‎‎‎‎ભુરાકાકા લેપટોપનામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, *શિક્ષકો આભાર માનો કે સરકારે તીડ ભગવાવાનું જ કહ્યું. જો ગણવાનું કહ્યું હોત તો શું હાલ થાત..*😀🤔. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ કરવામાં આવ્યો. આ પોસ્ટને 166 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 27 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post| Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર બનાસકાંઠામાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ કરવામાં આવ્યો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. તેમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં તીડના આક્રમણને પગલે સરકારી તંત્ર દ્વારા શાળાના શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.vtvgujarati.com-2019.12.png

Archive

આજ માહિતી સાથે પ્રસારિત કરવામાં આવેલા અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. gstv.in | Archive | trishulnews.com | Archive

સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાના આદેશને પગલે આ મામલો ખૂબ જ ગરમાયો હતો. જેને પગલે અમે અમારી તપાસ આગળ વધારતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ બાબતે ગેરસમજ ઊભી થઈ હોવાથી સરકાર દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે, પરિપત્રમાં શિક્ષકોની તીડ ભગાડવાનો આદેશ નથી કરવામાં આવ્યો પરંતુ શિક્ષકોને તીડના આક્રમણને પગલે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે કહેવામાં આવ્યું છે. જેનો ખુલાસો ખુદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. આ બંને સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

Archive

અમારી વધુ તપાસમાં થરાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલા સુધારેલા પરિપત્રમાં એવો ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે, શિક્ષકોએ ખેતરોમાં કે ગામમાં જઈને તીડ ભગાવવાના છે. પરંતુ એવો આદેશ કરવામાં આવ્યો છે કે, જો આ પ્રકારે પોતાના વિસ્તારમાં તીડનું આક્રમણ થાય તો વિદ્યાર્થીઓને તેમજ ગામલોકોને આ તીડને કઈ રીતે ભગાડી શકાય અને તેના પર અન્ય કઈ રીતે નિયંત્રણ લાવી શકાય કે જેથી ખેડૂતોને નુકશાન ઓછું થાય. એ અંગે જાણકારી આપવાનો જ આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ એક ગેરસમજ થઈ હોવાથી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પરિપત્ર તમે નીચે જોઈ શકો છો.

WhatsApp Image 2019-12-29 at 6.54.10 PM.jpeg

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ દ્વારા પણ શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ વાતનું ખંડન કરતો હોવાનો મીડિયા સમક્ષનો વીડિયો પણ પ્રાપ્ત થયો હતો. જે પણ તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તીડના આક્રમણને પગલે શિક્ષકોને તેને ભગાડવાનો આદેશ કરવામાં આવ્યો એ માહિતી એક ગેરસમજને લઈ વાયરલ થઈ રહી છે જે તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તીડના આક્રમણને પગલે શિક્ષકોને તેને ભગાડવાનો આદેશ કરવામાં આવ્યો એ માહિતી એક ગેરસમજને લઈ વાયરલ થઈ રહી છે જે તદ્દન ખોટી છે. જેની સ્પષ્ટતા ખુદ કૃષિમંત્રી તેમજ શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:સરકાર દ્વારા શિક્ષકોને તીડ ભગાડવાનો આદેશ આપવામાં આવ્યો એ એક અફવા છે… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False