શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના Jay Ho Junagadh – જય હો જૂનાગઢ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના આદેશ ને સોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા મુખ્યમંત્રી ખુદ દેખાય છે વગર સોશ્યલ ડિસ્ટન્સ ને વગર માસ્ક માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે વિજેતા બાદ ફોટો પડાવનાર ત્રણ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો સાથે ફોટા માં શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 29 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 286 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો રાજ્ય સભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવારો સાથે માસ્ક પેહર્યા વગર ભાજપાના હોદ્દેદારોએ ફોટા પડાવ્યા.” 

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ફૂલછાબ ન્યુઝ પેપરની વેબસાઈટનો તારીખ 13 માર્ચ 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટને મળતો ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, ભાજપા દ્વારા રાજ્યસભાની ચૂંટણી તરીકે પાંચમા ઉમેદવાર નરહરી અમીનને મેદાને ઉતાર્યા હતા. 

PHULCHHAB | ARCHIVE

ત્યારબાદ રિપ્બલીક ટીવીના ગુજરાતના બ્યુરો ચીફ અને પ્રિયંકા શર્મા દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 13 માર્ચ 2020ના શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો.  જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા. જે માટે ભાજપાની પ્રેસ કોંન્ફરન્સ હતી.

ARCHIVE

ગુજરાતના બે પ્રમુખ ન્યુઝ પેપર ગુજરાત સમાચાર અને સંદેશ દ્વારા પણ તારીખ 13 માર્ચ 2020ના આ ફોટા સાથે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

સંદેશ | ARCHIVE

ગુજરાત સમાચાર | ARCHIVE

13 માર્ચ 2020ના રોજ કોરોનાની દહેશત વર્તાય ન હતી. 22 માર્ચ બાદ કોરોનાને લઈ ગતિવિધી તેજ થઈ હતી. હાલમાં રાજ્યસભાની ચૂંટણી બાદ આ પ્રકારે માસ્ક વગર ફોટો પડાવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ 13 માર્ચ 2020નો છે. હાલમાં રાજ્યસભાની ચૂંટણી બાદ આ પ્રકારે માસ્ક વગર ફોટો પડાવ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર રાજ્યસભાની ચૂંટણી બાદ વિજેતા થયેલા ઉમેદવાર સાથેનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False