શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Mixture રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટો HDFC ના ગ્રાહક ખાસ જોઈ લે જુઓ એમાં લખેલ જ છે કે જો બેંક ડૂબી તો તમને તમારા જમા ખાતામાંથી ફક્ત 1 લાખ રૂપિયા જ મળશે. હવે HDFC બેંક વાળા તમે પણ તૈયારી કરી લો અને હું તો ક્યારનું કહું છું બેંક માં પૈસા ન રખાય પણ આપણી વાત માને કોણ ?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 105 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “HDFC બેંક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે બેંકનું દિવાળ્યુ નીકળી જાય તો બેંક માત્ર 1 લાખ રૂપિયા જ ચુકવશે.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત દાવાની સત્યતા તપાસતી વેળાએ અમને ફેસબુક પર એક આ જ પ્રકારની પોસ્ટ મળી હતી. જેમાં આ ફોટો સાથે HDFC બેંક દ્વારા જે સ્પષ્ટતા કરવામાં આવી હતી. તે પણ અમને પ્રાપ્ત થઈ હતી. આ પોસ્ટ Rajesh Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના મુકવામાં આવી હતી. 17 ઓક્ટોબર 2019નો HDFC બેંકનો સ્પષ્ટતા કરતો પત્ર છે.  

ત્યારબાદ અમે ગૂગલ પર “HDFC Head Corporate Communication” કીવર્ડસ થી શોધતા અમને નીરજ જ્હા નામ મળ્યુ હતુ.  

જેના પરથી અમને નીરજ જ્હાનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ મળ્યુ હતુ.  

નીરજ જ્હાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 16 ઓક્ટોબર, 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબર 2019ના આ દાવાને ખારિજ કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ સુચના વર્ષ 2017માં અનુસુચિત વાળિજ્ય બેંક, તમામ લઘુ વિત્ત બેંક અને પેમેંટ બેક ના ડિપોઝિટ ઈન્સયોરન્સ કવર માટે RBI દ્વારા બહાર પાડવામાં આવ્યુ હતુ. તેમજ હાલમાં ખોટા દાવા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે તેને વાયરલ કરવામાં આવી રહ્યુ છે. 

આ સ્પષ્ટતા સાથે નીરજ જ્હા દ્વારા RBI દ્વારા 22 જૂન 2017ના જાહેર કરવામાં આવેલી સુચનાને પણ શેર કરવામાં આવી હતી. 

TWITTER | ARCHIVE

અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે HDFC Bank ltd ના Head, (Corporate Communication) નીરજ જ્હા નો સંપર્ક સાધ્યો હતો અને આ દાવા અંગે પુછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, “હાલમાં પીએમસી બેંકની ઘટના પછી લોકો ઘણા પરેશાન છે. જે અમે સમજી શકીએ છીએ. સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ રહેલી પાસબુકની ફોટો જૂની છે. DICGC 1961 થી કાર્યરત છે. DICGC દ્વારા જમા રાશિની વિમા રકમ (એક લાખ રૂપિયા)નો નિયમ બહુ જુનો છે અને 22 જૂન 2017ના RBI દ્વારા આ અનિવાર્ય નિયમ તમામ બેંકો માટે લાગુ કરવામાં આવ્યો હતો. અને બેંક ખાતાની તમામ પાસબુક પર આ નિયમ લખેલો હોવાની પણ સુચના આપવામાં આવી હતી. અને તમામ લોકોને આ અંગેની માહિતી પણ હોવી જોઈએ. RBIના નિયમના કારણે અમારે 2017 પહેલાના તમામ ખાતાધારકોની પાસબુક પર આ સિક્કો મારવો પડ્યો હતો. 2017 પછીના જેટલા ખાતા ધારકો છે. તેમના પાસબુકમાં આ નિયમ ડિજીટલી પ્રિંટ થઈને આવે છે. આ નિયમ બધી જ બેંકો માટે લાગુ કરવામાં આવ્યો છે. આ ફોટોને ખોટી રીતે વર્તમાન ઘટનાઓ સાથે જોડી લોકોને ખોટી રીતે ભ્રામક કરવામાં આવી રહ્યા છે. અમે તમારા વાંચકોને નિવેદન કરી રહ્યા છે કે, બેંક અથવા RBI દ્વારા નિયમો વાંચી અને તેને સમજવાની કોશીષ કરો આ પ્રકારે ગુમરાહ કરવા વાળા સોશિયલ મિડિયાના મેસેજ પર ભરોસો ના કરો.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટો વર્ષ 2017માં RBI દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હતો તે બાદ બેંક દ્વારા લગાવવામાં આવી હતી. હાલમાં ખોટા ઉદેશ્ય સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટને શેર કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2017માં RBI દ્વારા DICGCનો નિયમ તમામ બેંક માટે લાગુ પાડ્યો હતો અને સાથે તમામ બેંકને સુચના પણ આપવામાં આવી હતી કે, દરેક ખાતાધારકની પાસબુક પર આ નિયમ લખેલો હોવો જોઈએ. જેથી વર્ષ 2017 પહેલા તમામ ખાતાધારકોની પાસબુક પર HDFC બેંક દ્વારા વર્ષ 2017માં આ સિક્કો મારવામાં આવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર HDFC બેંક દ્વારા આ પ્રકારે કોઈ સુચના જાહેર કરવામાં આવી રહી છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: Mixture