શું ખરેખર ગાંધીનગરમાં ભાજપે બોગસ વોંટિગ કરાવ્યુ…? જાણો શું છે સત્ય…….

Mixture રાજકીય I Political

ફેસબુક પ્યોર પાટીદાર નામના પેજ દ્વારા 24 એપ્રિલના એક પોસ્ટ મુકવામાં આવી હતી,#ભાજપ_દ્વારા_બોગસ_વોટિંગ_કરાયું_છે_જુવો_અને_share_કરી_બધા_સુધી_પહોંચાડો_જલ્દી” શીર્ષક હેઠળ શેર કરાયેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપા દ્વારા બોગસ વોટિંગ કરવવામાં આવ્યુ. આ પોસ્ટ પર 475 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 100થી વધુ લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવ્યા હતા, 657  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી, તેમજ 51 હજારથી વધુ લોકો દ્વારા પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જોયો હતો..

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો છે કે કેમ તેની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને સૌપ્રથમ અમે ગૂગલ પર “BOGAS VOTING IN BAVLA”

અમને ઘણા પરિણામો મળ્યા હતા,

ઉપરોક્ત પરિણામોમાં ગુજરાતના તમામ મિડિયા હાઉસ દ્વારા ગુજરાતમા ગાંધીનગર વિધાન સભાના બાવળા મતદાન મથક પર બોગસ વોટિંગ થયાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, પરંતુ કયાય પણ એવો દાવો કરવામાં આવ્યો ન હતો કે, ભાજપ દ્વારા બોગસ વોટિંગ કરવવામાં આવ્યુ. હા બોગસ વોટિંગ ભાજપે હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર નીચેની લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો.

DIVYABHASKARARCHIVE
ZEE 24 KALAKARCHIVE
NEWS 18 GUJARATIARCHIVE
TRUBUNEINDIA.COMARCHIVE

ત્યારબાદ વધૂ પડતાલમાં અમને કોંગ્રેસ દ્વારા ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવ્યુ હોવાનો આક્ષેપ કર્યો હોવાનો વિડિયો મળ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આ અંગે મિડિયાને ઇન્ટરવ્યુ આપવામાં આવ્યુ હતુ.

ARCHIVE

ત્યારબાદ ઈલેક્શન કમિશ્ન દ્વારા આ અંગે કોઈ પગલા લેવામાં આવ્યા છે કે કેમ તે અંગે તપાસ કરતા અમને છેલ્લુ 26 એપ્રિલ 2019 ના બપોરના 1 વાગ્યા સુધીનુ છેલ્લુ અપડેટ પ્રાપ્ત થયુ હતુ કે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર ઘટના અંગે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપીને તપાસના આદેશ કર્યા હોવાનુ જાણવા મળ્યુ હતુ,

ORIGINAL LINK | ARCHIVE

બાદમાં અમે આ અંગે સીધી જ ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે. “બાવળા ગામના વાયરલ વિડીયો અંગે હજુ કાર્યવાહી ચાલી રહી છે, કોંગ્રેસ દ્વારા આ અંગે ફરિયાદ કરાઈ છે, હાલ આ સમગ્ર મામલે તપાસ પૂર્ણ થયા બાદ જ કહી શકાશે કે ગેરરિતી થઈ છે કે કેમ.”

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, ભાજપ દ્વારા બોગસ વોટિંગ કરાવ્યુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ કોઈપણ જગ્યાએ આ આક્ષેપને સત્યતા આપતા પૂરાવા 26-04-2019 સુધી આપવામાં આવ્યા નથી. તેમજ ચૂંટણી કમિશ્ન દ્વારા પણ હજૂ આ અંગે તપાસ કાર્યવાહી શરૂ છે, હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈને પણ આ મામલે દોષિત સાબિત કરવામાં આવ્યા નથી,,,,

Avatar

Title:શું ખરેખર ગાંધીનગરમાં ભાજપે બોગસ વોંટિગ કરાવ્યુ…? જાણો શું છે સત્ય…….

Fact Check By: Frany Karia 

Result: Mixture