
Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो मुमकिन है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1900 લોકોએ લાઈક કરી હતી, 104 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 3400 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Face book | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ hindu temple in abu dhabi સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેના બધા જ ફોટો પ્રાપ્ત થયા હતા. જેમાં 11 ફેબ્રુઆરી, 2018 ના રોજ અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના મહંત ઈશ્વરચરણ સ્વામીએ યુએઈમાં પ્રથમ હિન્દુ મંદિરનું વૈદિક શિલાપૂજન કર્યું ત્યારની માહિતી આપવામાં આવી છે. આ આયોજનનું પ્રસારણ દુબઈના ઓપેરા હાઉસમાં કરવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈમાં વસતા ભારતીયોને મળ્યા હતા. મોદીએ મંદિરના મોડેલનું અનાવરણ પણ કર્યું હતું. આ મંદિરના નિર્માણ માટે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બિન જાયદ અલ નાહયાને 55000 વર્ગમીટર જગ્યા પણ આપી છે.
હવે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા પ્રથમ ફોટોની સત્યતા જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે,આ ફોટો દિલ્હીમાં આવેલા જગવિખ્યાત અક્ષરધામ મંદિરનો છે. આ ફોટો 10 માર્ચ, 2007 ના રોજ ઈન્ડિયા ટુડે ગ્રુપ માટે હેમંત ચાવલા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ ફોટો ગેટી ઈમેજની વેબસાઈટ પર પણ મૂકવામાં આવ્યો છે.
ત્યાર બાદ અમે પોસ્ટમાં રહેલા બીજો ફોટો કે જેમાં પ્રધાનમંત્રી મંદિરના મોડેલ સાથે નજરે પડી રહ્યા છે તેને પણ ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કર્યો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયાં હતા.

ઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે,આ ફોટો સાચો છે પરંતુ ગયા વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ જ્યારે અબુધાબીમાં બનનારા મંદિરના મોડેલનું પ્રધાનમંત્રી મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું એ સમયનો આ ફોટો છે. આ સમાચારને બીએપીએસની ઓફિશિયલ વેબસાઈટ પર તેમજ ઘણા બધા મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
BAPS | Archive
The National | Archive
અમારી વધુ તપામાં અમે યુટ્યુબનો સહારો લીધો અને અબુધાબીમાં હિન્દુ મંદિર નરેન્દ્ર મોદી સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ઝી 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારનો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે પોસ્ટમાં દર્શાવેલા બીજા ફોટોને જોઈ શકો છો. એ ફોટો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરના મોડેલનું અનાવરણ કર્યું એ સમયનો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત પોસ્ટના દાવામાં દર્શાવવામાં આવેલા ત્રીજા ફોટોને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના ફોટોમાં પ્રધાનમંત્રી મોદી કોઈ મસ્જિદની બહાર બે વ્યક્તિ સાથે સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે. આ ફોટો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઓગસ્ટ 2015 ના યુએઈના પ્રવાસનો છે. તેમના આ 2 દિવસના પ્રવાસ દરમિયાન મોદી અબુધાબીમાં આવેલી શેખ જાયદ ગ્રાન્ડ મસ્જિદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુએઈના ઉચ્ચ શિક્ષણ અને વૈજ્ઞાનિક રિસર્ચ મંત્રી શેખ હમદન બિન મુબારક અલ નાહયાન સાથે સેલ્ફી લીધી હતી. આ માહિતી તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
ઉપરની તપાસ બાદ અમને યુએઈના એક મીડિયા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં અબુધાબીમાં બનનારા પ્રથમ હિન્દુ મંદિરનો 20 એપ્રિલના રોજ બીએપીએસના મહંત સ્વામી મહાજના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ભારતથી 50 પંડિતોએ સંસ્થાના પ્રમુખ બી.આર,શેટ્ટી સાથે મળીને મંદિરના શિલાન્યાસ માટે પથ્થર મૂક્યો હતો. આ સમગ્ર વીડિયો તમે નીચે જોઈ શકો છો.
આમ, અમારા સમગ્ર સંશોધન પરથી અમને મલૂમ પડ્યું કે, અબુધાબીમાં બનનારા પ્રથમ હિન્દુ મંદિરનો હજુ શિલાન્યાસ કરી પ્રથમ પથ્થર જ મૂકવામાં આવ્યો છે. મંદિર હુ બનીને તૈયાર નથી થયું.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, અબુધાબીમાં બનનારા પ્રથમ હિન્દુ મંદિરનો હજુ શિલાન્યાસ કરી પ્રથમ પથ્થર જ મૂકવામાં આવ્યો છે. મંદિર હુ બનીને તૈયાર નથી થયું.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
