
Uday Vithlani નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. कलकत्ता में CRPF के जवानों पे आक्रमण करते हुए बगदीदी TMC वाले શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 49 લોકોએ તેમના મંતવ્યો આપ્યા હતા. 4 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે. કોલકતામાં CRPFના જવાનો પર TMCના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો.
ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે ઉપરોક્ત ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. પહેલી અને બીજી ફોટોના પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો 22 જૂન 2017ની છે. 22 જૂન 2017ના મિરર દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં જાગૃતી હોસ્પિટલમાં એક કિશોરી સાથે ઈન્સેન્ટીવ કેયર યુનિટમાં રેપની ઘટના બની હતી. આ સાંભળીને આક્રોશમાં આવેલા લોકોના ટોળાંએ હોસ્પિટલમાં ધમાલ કરી હતી. આ જ હંગામામાં ભીડ અને પોલીસ અધિકારીઓની વચ્ચે બબાલ થઈ હતી. એક પોલીસ કર્મચારીને લત મારી બેભાન કરી દેવામાં આવ્યો હતો. આ સમાચારમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલી ફોટો જોવા મળી રહી છે.

વધુમાં અમને 17 જૂન 2017ના આજતક દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં દર્શાવવામાં આવ્યું હતુ કે, 17-18 વર્ષની એક વિદ્યાર્થીની સાથે હોસ્પિટલમાં ઈન્સેટિવ કેઅર યુનિટમાં એક વોર્ડ બોય દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ. આ સમાચાર પ્રસારિત થયા પછી લોકોમાં હિંસા ભડકી હતી. સમાચારમાં એ પણ લખવામાં આવ્યુ હતુ કે, પોલીસ પર હુમલો કરવા મામલે 200 લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને 36 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આમ અમને એ જાણવા મળ્યુ હતુ કે પહેલી બે ફોટો 2017ની કાનપુરમાં બનેલા બનાવની છે. તેના પછી અમને ત્રીજી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. પરિણામમાં અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો 8 વર્ષ જૂની છે. બાદમાં 23 જૂન 2019ના ધ હિન્દુ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. સમાચારમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે આ ફોટો ગુવાહાટીની છે. જયારે પહાડમાં રહેતો લોકોએ બે દખલીનો વિરોધ કર્યો હતો. ફોટોના હેંડિગમાં લખ્યુ હતુ કે “કૃષક મુક્તિ સંગ્રામની એક મહિલા કાર્યકર્તા ગુવાહાટીમાં એક પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મી પર હુમલો કરી રહી છે.

આ ફોટોને ઈન્ડિયા ટુડે દ્વારા પણ તેમના સમાચારમાં લેવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલી ફોટો હાલ બંગાળમાં થયેલા તોફાનની નથી, પરંતુ 2 વર્ષ જૂની અને 7 વર્ષ જૂની ફોટો છે.

Title:શું ખરેખર TMCના કાર્યકરોએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો..? જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
