
Aamir Huda નામના ફેસબુક યુઝર દ્વારા 5 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.
“यह गुजरात की वारदात है गांव वीरम जहां मुसलमानों को वोट देने नहीं दिया क्यों बीजेपी को पता था यह वोट कांग्रेस को जाएगा उन्होंने हल्ला मचा दिया” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 10 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 249 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્ચો હતો કે, વિરમગામમાં મુસલમાનોને વોટ આપવા દેવામાં નથી આવ્યો, કારણ કે ભાજપને ખબર હતી કે આ વોટ કોંગ્રેસને જ જશે, અને વોટિંગ અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ઉપરોક્ત પોસ્ટ અંગે યોગ્ય તપાસ કરવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, જો આ પ્રકારે વોટીંગ અટકવવામાં આવ્યું હોય તો આ સમાચાર ગુજરાતની મીડિયા દ્વારા કવરેજ કરવામાં આવ્યા જ હોય. તેથી અમે ગૂગલ પર “વિરમગામમાં મહિલા પર પોલીસનો લાઠી ચાર્જ” સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત જાણવા મળી ન હતી. આથી, અમે સ્થાનિક કક્ષાએ આ અંગે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ આ મતવિસ્તાર સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતો હોવાથી અમે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. રાજેશ જોડે આ અંગે વાત કરી હતી. તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીના વોટિંગ દરમિયાન આવી કોઈ ઘટના નથી બની, સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. વિરમગામમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તે વાત સદંતર ખોટી છે.”

ત્યારબાદ આ ઘટના ક્યાંની છે, તે જાણવું પણ જરૂરી હતું, તેથી અમે અમારી તપાસ કાર્વવાહી આગળ વધારી હતી, દરમિયાન અમને 31 માર્ચ 2019ના સંદેશ ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, “વિરમગામના ભઠ્ઠીપરામાં બે જૂથ્થ વચ્ચે અથડામણ બાદ સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેની કાર્યવાહીના ભાગરૂપે પોલીસે હળવો લાઠ્ઠીચાર્જ કર્યો હતો.”
ઉપરોક્ત સમાચારમાં સંદેશ ન્ચુઝ દ્વારા જે વીડિયો દર્શાવવામાં આવ્યો તે વીડિયો પોસ્ટમાં શેર કરવામાં આવેલા વીડિયોને મળતો આવે છે,
ત્યારબાદ 1 એપ્રિલ 2019ના ગુજરાત સમાચાર ન્યુઝ પેપર અને સંદેશ ન્યુઝ પેપર દ્વારા પણ ઉપરોક્ત સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.


આમ, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનો અને અલગ જ ઘટનાનો હોવાનું સાબિત થાચ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ચૂંટણી દરમિયાન વિરમગામમાં કોઈ લાઠીચાર્જ કરવામાં આવ્યો ન હતો.

Title:શું ખરેખર ગુજરાતમાં વોટિંગ અટકાવવા પોલીસે લાઠીચાર્જ કર્યો..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
