સમગ્ર વિશ્વના પાટીદાર નામના ફેસબુક પેજ દ્વારા 23 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. #ભાજપના_જવાહર_ચાવડાના_માણસો_ગુંડાગિરી_કરી_પાટીદાર_સમાજના_લોકોને_મતદાન_નથી_કરવા_દીધું. માણાવદર નું રફાળા ગામનો વિડિઓ છે #share_કરો_જલ્દી છે #લોકશાહી શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 423 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 41 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 646 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વિડિયો માણાવદરના રફાળા ગામનો છે અને ભાજપના જવાહર ચાવડાના માણસો દ્વારા ગુંડાગિરી કરી પાટીદાર સમાજના લોકોને મતદાન નથી કરવા દેવામાં આવ્યું.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલાની સત્યતા તપાસવી ખૂબ જ જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ આ વિડિયો માંગરોળ પંથકનો હોવાનું જણાતા અમે જૂનાગઢના સ્થાનિક પત્રકારને આ વિડિયો અંગે પૂછતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો જૂનાગઢના બિલખા રોડનો છે, અને 23 એપ્રિલના રોજનો વિડિયો હોવાનુ જણાવ્યુ હતુ. ત્યારબાદ અમે ગૂગલ પર જૂનાગઢમાં મતદાતાઓને અટકાવતો વિડિયો વાઈરલલખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ARCHIVE

ઉપરોક્ત મળેલા પરિણામોમાં અમને ક્યાંય પણ આ પ્રકારનો વિડીયો જોવા મળ્યો ન હતો, ત્યારબાદ જૂનાગઢનો બિલખા રોડ વિસ્તાર જૂનાગઢ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતો હોવાનુ જાણવા મળતા અમે જૂનાગઢ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વાયરલ વિડિયોમાં દેખાતા સંજય ઉર્ફે દુલાભાઈ સોલંકી, કિશોર ખાંટ દરબાર, અશોકભાઈ સામે કેશુભાઈ લાખાભાઈ વાઘ દ્વારા ગુના રજી નંબર II/108/2019માં આઈપીસી કલમ 341, 504, 114, 171C હેઠળ ફરિયાદ નોધાવવામાં આવી હતી. પરંતુ તેમાં ક્યાંય પણ એવુ પણ લખવામાં આવ્યુ ન હતુ કે, ભાજપાના કાર્યકરો દ્વારા તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી વધૂ આગળ વધારી હતી. અને આ કેસની તપાસ કરતા ડીવાયએસપી પી.જી.જાડેજા જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ફરિયાદમાં ક્યાંય પણ ભાજપના કાર્યકરોએ મતદાન કરતા અટકાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેમજ તપાસમાં પણ ક્યાંય ભાજપના કાર્યકરો હોવાનું બહાર આવ્યું નથી

ત્યારબાદ અમે આ જ સમાચાર બીજે દિવસે એટલે કે, 24 એપ્રિલ 2019ના રોજ ગુજરાત સમાચાર ન્યુઝ પેપર, નવગુજરાત સમય અને સંદેશ ન્યુઝ પેપર દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ક્યાય પણ માંગરોળનો વિડિયો હોવાનુ તેમજ પાટીદાર લોકોને મતદાન કરતા હોવાનુ જણાવવામાં આવ્યુ નથી.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

પરિણામ,

આમ, ઉપરોક્ત પોસ્ટમાં ક્યાંય પણ સાબિત થતુ નથી કે, આવિડિયો માંગરોળ પંથકનો છે, તેમજ પાટીદારોને મતદાન કરતા અટકાવ્યાની વાત પણ ખોટી છે, તેમજ મતદાતાને અટકાવતા કાર્યકરો ભાજપના હોવાની વાત પણ ખોટી સાબિત થાય છે, માટે અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર ભાજપના કાર્યકરોએ મતદાન અટકાવ્યું...? જાણો શું છે સત્ય..

Fact Check By: Frany Karia

Result: False