
ડ્રાઈવર દિલ વાળો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોરોના વાઇરસથી બચવા મોદીભક્તો ગોબરથી નહાવા મંડ્યા.. 🤣 હવે આને જોઈ ને કોરોના ય ભાગી જશે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોના વાયરસથી બચવા ભાજપાના કાર્યકરો ગોબરમાં ડુબકી લગાવી રહ્યા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ ફ્લેયર ની વેબસાઈટનો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયોમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી બંને ફોટો જોવા મળી રહી છે. વિડિયો સાથે માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ તહેવારનું નામ ‘ગોરૈહબ્બા’ છે. જે 30 ઓક્ટોમ્બર 2019ના થલાવાડી(તામિલનાડુ)મા ઉજવાયો હતો. ગોરૈહબ્બા તહેવારમાં લોકો ઉજવણી સાથે એક બીજા પર ગાયનું છાણ લગાડે છે.”

ઘ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પણ તારીખ 8 નવેમ્બર 2019ના આ તહેવાર અંગે વધૂ માહિતી આપતો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે સમાચાર અનુસાર તહેવાર સ્થાનિય રૂપમાં ગોરૈહબ્બા તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર અંતર્ગત તમામ પશુ પાલકો પાસેથી છાણ એકત્ર કરવામાં આવે છે તેમજ બાદમાં ગ્રામજનો દ્વારા એકબીજા પર છાણ ફેકવામાં આવે છે.

રિપબ્લીક વર્લ્ડ દ્વારા પણ આ સમાચારને પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
તેમજ કોરોના વાયરસ સબંધિત ખોટા સમાચારને જોઈ શકો છો. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે, ગાયના છાણથી કોરોના વાયરસ ઠીક નથી થતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સોશિયલ મિડિયા પર વાયરલ ફોટો મુળ તામિલનાડૂના ગોરૈહબ્બા તહેવારની દ્રશ્યો છે. આ ફોટોને કોરોના વાયરસથી કોઈ સંબંધ નથી. ફોટોમાં લોકો તહેવારના ભાગ રૂપે એકબીજા પર છાણ લગાવી રહ્યા છે.

Title:ફોટોને ભાજપા લાથે તેમજ કોરોના વાયરસ સાથે કોઈ જ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
