
જ્યારથી કિસાન આંદોલન શરૂ થયુ ત્યારબાદના થોડા સમયથી જ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સૈનિક વૃધ્ધ ખેડૂતની સામે લાઠી ઉગામી રહ્યા છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કે “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કિસાન આંદોલનના આ ફોટોમાં એડિટિંગ કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીનું પોસ્ટર પાછળથી એડિટ કરવામાં આવ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમરેલી નો ખુંખાર પાસિયો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટોમાં પાછળની દિવાલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બિઝનેસ સ્ટાન્ડર્ડનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઓરિજનલ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં ક્યાંય પણ પીએમ નરેન્દ્ર મોદીનું પોસ્ટર જોવામાં નથી આવતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ ઘટનાનો ઓરિજનલ વિડિયો તમે VOA News નામની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે. જેમાં પણ ક્યાંય પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર જોવા મળતું નથી. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.
ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

વર્ષ 2014માં બીજેપી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી વાયરલ પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોમાં એડિટેડ કરવામાં આવેલુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કિસાન આંદોલનના આ ફોટોમાં એડિટિંગ કરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીનું પોસ્ટર પાછળથી એડિટ કરવામાં આવ્યુ છે.

Title:કિસાન આંદોલનના ફોટોમાં વડાપ્રધાનનું પોસ્ટર એડિટ કરી વાયરલ કરવામાં આવી રહ્યુ….
Fact Check By: Yogesh KariaResult: ALtered
